________________
આત્મ–ઉત્થાનને પાયો
આત્મદર્શન
તત્વજ્ઞાન, સાધકને પરમાત્માના દર્શનને અધિકારી બનાવે છે. દુન્યવી તમામ જ્ઞાન દેહ, મન અને કવચિત હૃદયને તૃપ્તિ આપનાર બને, પણ આત્માની પરિતૃપ્તિ તેથી થતી નથી. અનંત અને નિત્ય એવાં આત્મજ્ઞાનથી જ તે પરિતૃપ્તિ થાય છે.
માનવના સમગ્ર વ્યક્તિત્વમાં દેહ, મન, હૃદય અને આત્મા સમાવિષ્ટ છે. આત્મતૃપ્તિનું સાધન આત્માનું સાક્ષાત દર્શન છે.
સંસારમાં જે જીવો આત્મકામી હોય છે, આત્માના રહસ્યમય જ્ઞાન માટે જે તલસે છે, તે આત્મજ્ઞાનીનાં ચરણોમાં શિર ઝૂકાવે છે. સમાવપૂર્વક આત્મજ્ઞાનની સાધના કરતા ઋષિ-મુનિઓનાં ચરણમાં સંસારની સમૃદ્ધિના સમ્રાટના મસ્તકના મુકુટ નમી પડે છે, એ એમ બતાવે છે કે સાચી પરિતૃપ્તિ બાહ્યા સંપત્તિથી નહિ, પરંતુ યથાર્થ આત્મદર્શનથી થાય છે, આત્માના યથાર્થસ્વરુપના જ્ઞાનથી થાય છે. પછી હું આત્મા છું' એ બોલવાની માત્ર વાત કે, વાણી નથી રહેતી, પણ જીવતી-જાગતી હકીક્ત બની જાય છે અને તેના અનુભવને આનંદ તે તેને અનુભવી જ પૂરે જાણી શકે, માણી શકે.
માનવભવ પામ્યા પછી આપણા દરેકનું પ્રધાન કર્તવ્ય આત્માને ઓળખવાનું, આત્મદર્શનનું હોવું જોઈએ.
આત્મભાન
જેને પિતાના આત્માનું ભાન નથી, તેને એ આત્માના અક્ષય અવ્યાબાધ આનંદનું ભાન તે હેય જ ક્યાંથી?
દયાભાવ અને વૈરાગ્ય સાથોસાથ રહે છે. આત્માની દયામાંથી જ વૈરાગ્ય અને અહિંસા ધર્મ પ્રગટે છે.
છના ૧૪ પ્રકાર છે. એકેન્દ્રિય જીવ પ્રત્યેક અને સાધારણ, વિલેન્દ્રિયના ત્રણ પ્રકાર અને પંચેન્દ્રિયના સંજ્ઞી અસંજ્ઞી એમ બે પ્રકાર એમ કુલ ૭ પર્યાપ્તા અને ૭ અપર્યાપ્ત મળી ૧૪ પ્રકાર છે.
જયાં સુધી આત્માનું ભાન ન થાય, ત્યાં સુધી જીવો પ્રત્યે દયા અને વિષે પ્રત્યે વૈરાગ્ય કેવી રીતે જાગે? વિષયોનું સેવન ની હિંસા વિના શક્ય નથી. તેથી જેમ દયા ભાવ વધે, તેમ તેમ વિષે પ્રત્યે વૈરાગ્યભાવ વધતું જાય.