________________
આત્મ–ઉત્થાનને પાયે ભગવાન શ્રી મહાવીરસ્વામીજીને પ્રત્યેક અનુયાયી આ રીતે કરી રહેલ હોય છે. એ માત્ર કલ્પના નથી, પણ સત્યભાવના છે એને આત્મભાવના કહેવામાં આવે છે.
ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવીએ શુદ્ધ નય ભાવના પાવનાશય તણું કામ રે. ચેતન જ્ઞાન અજવાળીએ. દેહ-મન-વચન પુલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે, અક્ષય-અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ વરુપ . ચેતન જ્ઞાન અજવાળીએ.
હું એક અખંડ, જ્ઞાયક-ચિત, ચમત્કાર, ચૈતન્યમૂર્તિ છું. પરાશ્રયથી રહિત એક માત્ર નિદ્ધદ સ્વાવલંબી જ્ઞાન સ્વભાવ-અનાદિ અનંત આત્મા છું.
તે તિ ગરમા | સ્વભાવમાં સતત ગતિશીલ, નશીલ, પ્રાસિશીલ તે આત્મા સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે. મારો એક આત્મા જ મારે માટે ધ્રુવ છે, આધાર છે, આલંબન છે, શરણ છે. હજ મારે છું. બાષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે નાનાવ છે, પણ તે ઔપચારિક છે. અંતરદષ્ટિએ જોતાં આત્મા એક, અભેદ, જ્ઞાયક, શુદ્ધ અને અસંગ છે. જિનશાસનને મુલાધાર
આત્મા જેટલા અંશે પિતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે. અને જેટલા અંશમાં આત્મદષ્ટિયુક્ત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, ત્રિકાલ એકરૂપ-ધ્રુવ, જ્ઞાયકરૂપમાં પરિણામ પામે છે, તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળ બને છે. આ રીતે પરાશ્રયી ભાવનાથી મુક્તિરૂપે સ્વાશ્રયીભાવના છે, આત્મભાવના છે. અને તે જ નિજત્વમાં જિનત્વની ભાવના છે. શ્રી જિનશાસનને તે મૂલાધાર છે.
આ આત્મભાવના છે, અહંકારથી રહિત શુદ્ધ અને શુદ્ધ બંધ છે. “I am that I am” જ્યાં સુધી સાધક સ્વાશ્રયી અને નિર્મળ બંધ નથી કરતા, ત્યાં સુધી તે નિશ્ચયનયથી મિથ્યાદષ્ટિ છે. ત્યાં સુધી તેને સ્વંતત્ર સ્વત્વ પર, પૂર્ણ અખંડ વ્યક્તિત્વ પર તેને આત્મવિશ્વાસ જાગતું નથી. અભ્યદય તેમજ નિશ્રેયસને તે અધિકારી બનતે નથી. પરમુખપ્રેક્ષણ કરી જગતના દાસરૂપે ઘર-ઘર ભટકે છે.
સ્વાશ્રયીભાવનું દર્શન આંતરિક પુરુષાર્થને જગાડે છે. એ પુરુષાર્થ વડે જ મુક્તિલાભ થઈ શકે છે. તે પુરુષાર્થને જ બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ આદિ નામથી સંબેધવામાં આવે છે.