________________
૨૮
પ્રવચન કર્થે બાંધ્યું તે વખતે ભાડામાં અન્ય ભરી દીધું. પહેલાં ભાડું આપી દીધું. પ્લોટનો કબજો લેવા પહેલાં ભાડું આપ્યું. આવું શરીર આપણે બનાવવું પડે. તેટલું જ આયુષ્ય કર્મ તથા ગતિ નામકર્મ ત્યાં આપણે લાવી રાખો. બાકી તમારું શરીર નામકર્મ હોય તેથી શરીર બાંધો, બાંધ્યા પછી સમયે સમયે વધારો. પહેલ વહેલાં આવીએ ત્યારે અંગુલના અસંખ્યાતમેં ભાગે શરીર. જન્મીએ ત્યારે વેંતના, એમાંથી વધારો કરવાને રક્ષણ માટે પ્રયત્ન કરવાને, સ્વપ્નમાં સાપ દેખીએ તે ચમકીએ એ રક્ષણ માટે કે બીજાં કાંઈ ? એટલી રક્ષાની ચિંતા વધારો કરવો રહાણ કરવું એને જે વિરોધ કરનાર તેને વૈરી ગણવા. રક્ષણ કરનાર
બતવાળા ગણવા. તેમાં દોડિયે. ઉન્માદ કરીએ તે બારેબાર જમા કરી છે. આપણને ખબર ન પડવા છે. એ ખબર ન દેતાં (મૂળ રકમની ખબર ન દેતાં) કેટલાક વર્ષનું આયુષ્ય કેટલું લખ્યું તે પણ ન સમજીએ. અંતે ખલાસ થયું. જ્યાં રોકીદાર આવ્યો કે નિકળો. તે વખતે દેવું કર્યું હોય. આ મકાનને અંગે જે વેર વિગેરે ઊઠાવ્યા હોય તેને કંઈ લેવા દેવા નહીં. ચાહે તેવું બળ ને આબરૂ હોય તો પણ એકલા જ ચાલી નીકળવાનું. આવી શરતવાળું મકાન આપણું ભાડૂતી શરીર તેમાં શું જોઈને રાચ્ચા માગ્યા રહો છો? જે પ્લોટ બીજો ધર્મદે પે-મફત આપે તે પણ ન લે. જેમાં ભવિષ્યની મિલકત ખવાઈ જાય. ભવિષ્યનું કુટુંબ જાય. માલિકી જાય તેવું કોણ ? ભાડું ત્યારે ભરપેટે ખાપવાનું તેવું આ મકાન મળ્યું છે. એટલું જ નહિ પણ આવી ભયંકર શરત. મ્યુનિસિપાલિટિની મેલાની ગાડી જેવું શરીર
મકાન ચણવાની સામગ્રી કેવી મલે છે? તેને ચિંતવે તે ભયંકર મ્યુનિસિપાલિટીની મેલાની ગાડી હોય તેમાં ઉપરનું પતરું ફક્કડ. મને હરતા પતરાની પણ ઢાંકણું ખોલ્યું તે નાશી ભાગી જાય. આ શરીરમાં ચામડીરૂપી પતરૂ તેની જ મનેહરતા છે. ઢાકણું ખેલે તે કેવી ચીતરી ચડે છે. ચકી આવે, હવે વિચાશે. અંદર માલ તે આવો ગંદો તથા સડેલ ભર્યો છે. તેવા શરીરને અંગે મમત્વ રાખવામાં આવે છે. પાપ કરવામાં આવે છે. વળી તેને અંગે ધર્મથી દૂર રહેવામાં આવે છે. તે તે ચીજ કેવી છે તેને વિચાર અવશ્ય કરો. પાણીને પિશાબ, આહારને નિહાર, હવાને દુર્ગધમય બનાવનાર એવું આ શરીર શું કરે છે? તે વિચારો. ગમે તે સુંદર કીંમતી ખેરાક ગયો, તે પણ વિષ્ટારૂપે થાય છે. માટે આ તો માલને બગાડવાનું કારખાનું છે. દુનિયામાં સુધારવાના કારખાના હોય પણ આ તે સારી વસ્તુને ઉલટી બગાડે તેવો સંચે. ગટર આગલ પાણી સાફ કરવાના ફીલ્ટરના કારખાના હોય છે તેમ ચાહે તેવી ચીજ બગાડવી હોય તે માટે આ સંચે છે. પાણી અને હવા કીમતી ચીજ પણ પાણીને પેસાબ કરનાર આ કારખાનું, હવાને ઝેરી બનાવનાર, શરણ કે આ ‘જીવ ચોકખી હવા લે છે ને કાઢે છે ઝેરી હવા હવાને ઝેરી કરી પાણીને પેસાબ કર્યો. પવિત્ર એવા ખેરાકની વિષ્ટા બનાવી. એ માત્ર ઉપર આ ચામડીરૂપી પડદો છે, તેથી કાંઈક સારું દેખાય છે. શહેરમાં મેલાની ગાડી ઉપર ટીનના પતરા મનહર દેખાય છે, પણ