________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
૨૭
હવે આપણે મૂળ વાતમાં આવીએ વેપાર ચામડાનો હલકો છતાં દાનત ઉત્તમ કે જાનવરો ન મરે તો સારું. એક જ વસ્તુમાં અમુક અપેક્ષાએ સારા નરસાપણું છે, તેમ સાધુ ગોચરી જતાં, આહાર મલવામાં અને ન મલવામાં સારાપણું વિચારે છે ને તે માટે જ આહારાદિ નહિ મલે તો તપની વૃદ્ધિ થાશે તેમ ચિંતવે. કેમ? તે જરા ઉંડા ઉતરીને વિચારો કે આ શરીર કઈ સ્થિતિનું ? ઝેરનો કીડો તે સાકરમાં આનંદ ન પામે, ઝેરમાં આનંદ પામે, તેમ આ જીવ શરીરના કીડા થઈ ગયા છે. આનું સ્વરૂપ વિચારે તો ધર્માદા ખાતે પણ આ શરીરને કોઈ ન લ્યે, તેમ આ લીધું છે.
પ્લાટ ખરીદવાની શરત
એક નવું શહેર વસાવવાનું હતું. તેથી ત્યાં પ્લોટ પાડયાં અને પછી પ્લાટ પાડયા વિગેરે જાહેરાત કરી પ્લેટો નીચેની શરતે લઈ શકાય. એ શરતા એવા પ્રકારની હતી કે તે પ્લોટ કોઈથી લઈ શકાય નહિ, તેમ અહીં આગળ પણ શરત કરી છે. જો એ શરતો વિચારીએ તો એ શરતોને આપણે કબુલ કરી છે તેનો અમલ પણ કરીએ છીએ. એવી શરતો પ્લાટ માટે લખી હોય તો એક પ્લોટ કોઈથી લઈ શકાય ? અર્થાત્ નલઈ શકાય ધારો કે એક પ્લાટ નીચે એવી શરત લખી હોય કે પ્લેટનું બધું ભાડું જેટલા વર્ષ રાખવા હોય તેટલા વર્ષનું ભાડું પહેલેથી ભરી દેવું. ૧૦૦ વર્ષ રાખવું હોય તે ૨૦૦ રૂપીઆ ભાડાના ઠરાવ્યા હેય તા ૨૦૦૦૦ રૂ. પહેલાથી ભરી દેવા. ને આ નીચે બતાવેલ નકશા પ્રમાણે જ મકાન બનાવવું. ભાડાના રૂપિયા પહેલા અને મકાન નીચે બતાવ્યા પ્રમાણે જ બનાવવું. એ મકાનમાં ચાહે તો મિલકત હોય કે ન હોય તો પણ તેની વૃદ્ધિ કરવી જ જોઈએ. વરસે વરસે આટલું મકાન વધારવું જ જોઈએ. તેના રક્ષણ માટે આટલા બંદોબસ્ત કરવો જ જોઈએ. આ બધામાં જો કંઈ ચૂક થાય તો આપેલું ભાડુ તેમાંથી દંડ કરી વસુલ કરી લેવું. ને એ દંડ કેટલા કરવા, તે અમારી મરજી પ્રમાણે કરીશું. તે દંડની તમને ખબર આપવામાં નહીં આવે. જે વખતે રકમ પૂરી થશે તે વખતે સીપાઈ તમારે ત્યાં આવશે તે વખતે તમારે કાંઈ મિલકત ન લેવાની. ભાઈભાંડુ કોઈને સંભારવા નહિ. સીપાઈ સીસ્કારી કરે તે સાથે મેલી નીકળવું પડશે. અને તાજા કલમ નીચે પ્રમાણે છે. અમારો સીપાઈ આવે ત્યારે ચાહે તે ભાડું આપવા માંડો તે કંઈ ચાલશે નહિ. હવે વિચાર કરી કહો કે આ શરતેઓ ભાડે કોણ રાખે? એ મકાન અમારી માલિકીનું તેમાં જે મિલકત કુટુંબ હોય તે ઉપર તમારી માલિકી રહેશે નહિ. આવેશ પ્લાટ હાય તો કેટલું ભાડું આવે? કહો જોઈએ. કહેવું જ પડશે કે એક પણ પ્લોટ ખપે નહિ.
દૃષ્ટાંતના ઉપનય
એવી જ રીતે હવે અહીં વિચારો કે કર્મરાજાએ આ મનુષ્યભવનો પ્લાટ આપ્યો છે. પેલી શરત એ કે જેટલા વરસ રાખવા હોય તેનું ભાડું પહેલા ભરી ઘો. પુણ્ય કરી આયુષ્ય