________________
પ્રવચન ૪થું
હદ આવી ગઈ. આવી વખતે જંગલમાં લાવનાર ખબર ન લે તે શું થાય? પણ તે ક્યારે? મારો નિર્વાહ ફલાણો કરનાર છે તેમ થાય ત્યારે. ઊંડી અસર દેખે તો પરાવલબનતા પણ સાધુ ધર્મને અંગે હોતી નથી.
लभ्यते लम्यते साधुः, साधुरेष न लभ्यते ।
अलब्धे तपसो वृध्धिः लभते ज्ञानखं पद ॥ સાધુને આહારાદિક મળ્યું તે સારૂં. જેવું મળ્યું તે સારૂં. તેવી જ રીતે ન મળે તે પણ સારું, નહિં મલે તપની વૃદ્ધિ વિચારે, મળે છે તેથી શાન સંપદા મેળવે છે. ઉપરોકત શ્લોકમાં સાધુ મુનિરાજે મિક્ષત્કૃિતિને વિચાર કરેલ હોય તેને અંગે કહેવું છે કે મળ્યું તે સારૂં. જેવું મળે તે સારું. ને તેવી જ રીતે ન મળે તો પણ સારું. હવે પ્રથમ મળે તે સારૂં. ત્યાં સ્વાભાવિક. ત્યાં નિશ્ચય ન કહ્યો પણ ન મળે ત્યાં સાધુવ કહી એવકાર કહ્યો. તે કહીને એમ જણાવ્યું કે ન મળે તે પણ સારું જ છે. એક પદાર્થ પરસ્પર વિરોધી હોય તો તેમાં સારું કેમ હોય? તે તેને માટે જણાવવાનું કે, ચામડીયામાં સારૂં ગયું.
અનાજ અને ચામડાના વેપારીની વિચારણા
એમ બન્યું કે કોઈ ગામમાંથી ચામડીયો અને અનાજને વેપારી બે નીકલ્યા. તે વખતે સાથે જનાર ત્રીજા મનુષ્ય વેપારીની સોબત કરી. પાછા વળતી વખતે સબત ચામડીયાની કરી. જતાં અનાજવાળાની સેબત કરી. આવતા વેપારીની સેબત કરી હોત તો આબરૂ જામત, વાત ખરી. બાહ્યદ્રષ્ટિથી આવતી વખતે વેપારીની સબત જરૂર લાગી પણ દાનત વખતે વિચાર કરે તે ચામડીયાની દાનતા સારી છે. જતી વખતે વિચાર કરીએ તે વેપારી મનમાં એમ વિચારતો હતો કે સુકાળ હોય અનાજ સસ્તુ હોય તે સારૂં. ચામડીયો જતી વખતે શું વિચારતે હતે? કે ઢેરો મરી ગયા હોય. દુકાળ હોય તે ચામડું સસ્તુ મલે. સારું હોય તેવો વિચાર વેપારીને, ચામડીયાની દાનત ખરાબ હતી પણ આવતી વખતે વેપારીની એ ઇચ્છા હતી કે વરસાદ ચાર દહાડા ખેંચે તે માલમાં લાભ મળે. ચામડીઓ દેખે કે હવે મરણ બંધ થઈ જાય. ઢોરો ન મરે તો ભાવ આવે. આ ઉપરથી આવતી વખતે ચામડીયાની દાનત સારી હતી. પ્રાણી લોભને વખતે ચિતવન કેવા પ્રકારનું કરે છે તે વિચારો? કણીઆને ખરાબ ગણીએ છીએ તેનું કારણ? તેનું ચિતવન ખરાબ છે. તેની તાકાત હોય તે આવતા વરસાદને રોકે. આવી દાનતે જ્યાં હોય ત્યાં આત્માની કેવી સ્થિતિ હોય? હલકા વેપારને શાસ્ત્રમાં વર્જવાનું કહ્યું ને હલકા વેપારીની સાથે લેવડદેવડ ન રાખવાનું કહ્યું તેનું આજ કારણ.