________________
૨૪
પ્રવચન ૩ જુ
મુશ્કેલીથી કરેલા કાર્યો ઈતિહાસમાં જણાવાય છે. આટલા માટે ધર્મકથા ઉપયોગી છે. ચંદનનો સ્વભાવ છે કે બાળનાર કાપનાર કે ઘસનારને સુગંધ આપવી
તેનું ઉપયોગીપણું જણાવી ધર્મઘોષસૂરિ ઉપદેશ આપે છે. ત્યાં ધન્ના સાર્થવાહ આવેલ છે. જે મનુષ્ય ગુનેગાર બન્યો છે, છતાં આવા વિશ્વાસ દઈ ભંગ કરનાર ચાર મહિના સુધી ખબર નહિ લેનારો તે ઉપર ધ્યાન નહીં દેતાં જેમ ચંદન અગ્નિને બાળે છે, કરવત તેને વહેરે છે, અને કેટલાઓ તેને ઘસે છે, એ ત્રણ વસ્તુ ન દેખતા પોતા પસે ભરેલી સુગંધ જ આપે. અહીં ધર્મઘોષસૂરિ વિશ્વાસઘાત કરનાર આવ્યો છે. ખબર નહીં લેનારો આવ્યા છે તે જોતા નથી. જેમ ચંદન અગ્નિ, કરવત કે ઓરસીયાને ન દેખે, માત્ર પોતાની સુગંધ ઝળકાવે, તેમ ધર્મઘાષસૂરિ પોતામાં રહેલું બહાર કાઢે. અને કહે છે કે ભાઈ મારી પાસે તે આ ધર્મ છે, બીજી ચીજ નથી. કાછીયાને ત્યાં માતી ન મલે. તેમ ઝવેરીને ત્યાં ચીભડું ન મલે, તેમ મારે ત્યાં એક જ વસ્તુ છે, ધર્મ. એ સિવાય બીજી ચીજ નથી. ઝવેરાતને વેપારી ઝવેરી બને. ઝવેરાતની ઉત્તમતાને! ખ્યાલ કરે તેમ ધર્મઘોષસૂરિ ધર્મના ઝવેરી બન્યા છે તેથી ધર્મની ઉત્તમતાને જ ખ્યાલ કરે.
આ જગતમાં સર્વ જીવો સુખની ઈચ્છા કરે છે. તે ઈચ્છા સ્વાભાવિક ચીજ છે. બીજી ઈચ્છાઓ કૃત્રિમ એટલે એના સાધન તરીકે. એક વાત એ સમજજો કે દેવા–લેવાના કાટલા જુદા રાખે તે ઈમાનદાર ન કહેવાય. તેવી રીતે હે જીવ! સુખદુ:ખને ત્રાજવે તારા કૃત્યને તોલતી વખતે કાટલા જુદા ન કરીશ. હે જીવ! જેવું તને સુખ વહાલું છે તેમ જગતના તમામ જીવોને સુખ જ વહાલું છે. દુ:ખ વહાલું નથી. અર્થાત દુ:ખ અળખામણું છે.
જીભના સ્વાદુ ખાતર અનંત જીવાના નાશ
અનંતકાયનું શાક કર્યું. ખાધું ગળેથી નીચે ઉતરે ત્યાં સુધી સંતોષ. તમે જો સામે ચાટલું રાખી માંમા જુઓ તો ઊલટી થાય. એક ક્ષણિક સંતોષની ખાતર અનંતાનંત જીવોને કચ્ચરઘાણ. એક સાયના અગ્રભાગ ઉપર લીધેલા કંદમૂળમાં જે જીવો છે તે જીવા સંખ્યામાં એટલા બધા છે કે તમામ, નારકી, દેવતા, મનુષ્યો, પક્ષીઓ, જાનવરો પ્રત્યેક વનસ્પતિકાય વિગેરે બધા ભેળા કરો તે કરતાં સાયના એક અગ્રભાગ ઉપર અનંતગુણ જીવા શાસ્ત્રકારો બતાવે છે. ગાજરિયા, શકરિયા, બટાકા, સૂરણ એ બધા કંદમૂળ જ કહેવાય.
રોગીને ટાઢ ખાય તો વાયુ કરે, ઉનું લોહી પાડે. તે ચમકો છે તેમ વધારે જીવા સાંભળીએ તો ચમકા છે. આટલા જીવા તેમાં રહ્યા શી રીતે? જીવા સ્વરૂપે અરૂપી છે. ચંદ્રમાને કેટલા મનુષ્ય દેખે છે? તે ચંદ્ર ઉપર બધાની દૃષ્ટિ શી રીતે રહી? દૃષ્ટિ એક બારીક ચીજ છે, તે એકેન્દ્રિયની અવગાહના પણ બારીક છે. તે છતાં સોયની અણી