________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી ચઢતાના દૃષ્ટાંતે લેવાથી આત્માની કેવી ઉચ્ચ દશા પ્રાપ્ત થાય છે તે જ અત્રે વિચારવા જેવું છે.
મેવાડને અંગે પ્રતાપસિંહ રાણાને ઈતિહાસ શીખવા, અમરસીંગને કેમ ન શીખવ્યો? કહો કે મેવાડનું જેણે લુણ ખાધું છે; નિર્વાહ ગણ્યો છે, વળી જેણે મેવાડની ઉન્નત્તિમાં પિતાની ઉન્નતિ ગણી છે તે પ્રતાપસિંહને દાખલો લેશે. તેવી જ રીતે ઉદાયનના દાખલા જ ધર્મો ધ્યાનમાં લે. ઈતિહાસ શબ્દથી ધર્મકથાનુયોગ. ધર્મિઓને ઈતિહાસ ઝાંખો પડે નબળો પડે તો ધર્મિષ્ઠો નબળા પડે, ઝાંખા પડે, ધર્મીઓનું શૌર્ય ઉજવળ૫ણું તે ધર્મસ્થાની ઉજવળતા અને શૌર્યતા ઉપર છે. એટલા માટે મહારૂખાનું ગુણકીર્તન કરવાનું કહયું છે. જેમ જેમ ધાર્મિકની કથા સારી તેમ તેમ ધર્મ કરનારને ઉલ્લાસ સારો થાય. વસ્તુપાલ ને તેજપાલને યાદ કરીએ છીએ, વિમળશા વગેરેના કર્તવ્યોને ઈતિહાસ શ્રવણ થાય છે. ને તે વખતે અનુભવ જુદો જ થાય. આથી મહાપુરુષોનાં ગુણ કીર્તન, કલ્યાણ તથા મોક્ષના હેતુભૂત છે એમ જણાવી હેમચંદ્રાચાર્ય મહારાજા પણ ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર રચવાના પોતાના કાર્યને સહેતુક બતાવે છે. વર્ણન સમયે અવગુણ વર્ણનને સ્થાન નથી
વિચારો કે મહાપુરુષો સર્વશ નથી થયા ત્યાં સુધી શું દુર્ગણ નહિ હેય? દશ વૈકાલિકમાં વૈયાવચ્ચને અંગે ભરત અને બાહુબલિનું દૃષ્ટાંત દેવાય છે. પણ તેમાં અગીતાર્થ પણું હતું. પીઠ અને મહાપીઠને જેવું ગીતાર્થપણું હતું તેવું તેમાં ન હતું, છતાં તેમનું અગીતાર્થપણું વર્ણવ્યું નથી. કસ્તુરી અને કાજળના રંગમાં ફરક નથી. કસ્તુરીને કાળો રંગ વર્ણવા નથી. તેની સુગંધ વર્ણવાશે. રાંદ્રનું સંચળપણું કોઈ વર્ણવે છે? ચંદ્રનું સૌમ્યપણું વર્ણવ્યું. વિદ્યમાન દોષો પણ જેને પોતાને આત્મા ઉલ્લસિત કરવો છે તેને તે શોધવા કામના નથી. ચંદ્રને ચંચળપણે તથા કસ્તુરીને કૃષ્ણવર્ણ છે એ વર્ણન શાસ્ત્રકાર નથી કરતાં પણ તેની ગંધ ગુણના વર્ણન આવે છે. અમુક માણસ કાળે કસ્તુરી જેવો છે એમ કોઈને કહ્યો? વર્ણનના પ્રસંગમાં આવા ગુણેને સ્થાન નથી. દાંતને દાંતની જોડે (માંસ પેઢાનું) લાલાશ વર્ણવે તે કવિ નહિ. આંખમાં સફેદાઈ છે છતાં આંખની સફેદાઈ વર્ણવે તે કવિ નહિ. વિદ્યમાન વસ્તુના વર્ણનમાં અવગુણને સ્થાન નથી. તે આથી દઢ થાય છે. જેને સુવિહિત માર્ગે જવું છે તેણે તે માર્ગની દઢતા થવાના દૃષ્ટાંતે લેવા. આ કુમાર-નંદિણના દૃષ્ટાંત ધ્યાનમાં રાખે તે મંદસંવેગી થાય. આ ઉપરથી પિતાની ઉન્નતિ ચાહનારનું કર્તવ્ય એ છે કે ઉન્નતિ તરફ લ પહોંચાડે. અવનતિના માર્ગો છાંડવા માટે છે. ખુદ ભગવાન મહાવીર મહારાજને તીર્થકરને ગુણ. વીશાનની આરાધનાને ગુણ ગાઈએ છીએ પણ નીચ નેત્ર કેમ બાંધ્યું તે ગાઈએ છીએ? તે અપેક્ષાએ ધર્મકથાનુયોગ શું કામ કરે છે? કેવી કષ્ટદશામાં આત્માની ઉન્નતિને વધારી. આ વસ્તુઓ એજ જણાવે છે કે ઈતિહાસમાં પણ ઉજવળ ગુણ બતાવાય.