________________
૨૧
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી લાગી કે કુંવારી છીએ. મંત્રી દ્રારાએ માગણી કરી. અમારા રાજ સાથે પરણશે? અમારે પરણવું છે પણ વર કે જોઈએ છીએ? હે મંત્રિ! સાંભળે. અમારા કહ્યામાં રહે તે વર જોઈએ છીએ. માટે તમારો રાજા અમારા કહ્યા પ્રમાણે કરશે? રાજા કહે છે કે ઉત્તમ કુલવાલા ઉત્તમ વાણી બોલે તે ઉત્તમ કાર્ય બાળકનું હોય કે બાપનું હોય તે માનવામાં હરકત નહીં, કબુલ છે. ક્ષભદેવ ભગવાનની સાક્ષીએ તમારી કબુલાત થાય છે તેને અંગે લગન કબુલ કરીએ છીએ. ઉત્તમ કુલવાળાને અંગે, રાજને કબુલાત કર્યાને કેટલાક દહાડા થયા. ૧૩મે દહાડે બહાર ટેલ ફરી, કાલે ચૌદશ છે. ભગવાનના શાસનમાં ધર્મ આરાધનને પવિત્ર દિવસ છે. માટે તે દિવસે સૌ કોઈ ધર્મની આરાધના કરજો. મહારાજ આમ આખા શહેરને સાવચેત કરે છે. રાણીઓ (દેવીઓ) પૂછે છે કે આ શાની ટેલ પડે છે? ઉત્તર મળે છે કે ભગવાનનાં તીર્થમાં ચૌદશ પર્વને દિવસ છે તે માટે તે દિવસ સર્વેએ ધર્મ આરાધનામાં કાઢવો. આત્માની પવિત્રતા કરનાર તે દિવસ જાણવો. ડૂબતા માણસને સમુદ્રમાં તરવા માટે જેમ પાટિયું મળે તેમ સંસારમાં ડૂબતાને આ પાટિયા સમાન છે. આનું નામ આંગળી ચીંધ્યાનું પુણ્ય. ને તેને અંગે ટેલ ફરે છે. રાણીઓ પૂછે છે કે તમે કરવાના છે? આદિત્યયશા કહે છે કે પારકાને પાટિયું બતાવે ને પોતે ડૂબત રહે એવો કયો મૂર્ખ હોય? પાસેનું પાટિયું પોતે ડૂબતો હોય તે ન લે, ને બીજાને બતાવે તે કેમ બને? તમે વચન આપ્યું છે કે તમારા કહ્યા પ્રમાણે ચાલીશું તે તમારે પસહ ન થાય. હવે વિચારો કે આ જગોએ વચન રાખવું કે પ્રતિજ્ઞા પાળવી. સૂર્યયશાને કહેવું પડ્યું કે હું જાણતો હતો, કે તમે ઉત્તમ ફળની છો તેથી ઉત્તમત્તા ઘણી કરશે. તે જગો પર કોહિનૂરની ગેએ કોલસો નીકળી ગયો. એક પસહ રોકવા માંડયો. તેટલામાં માનિતી રાણીઓને માટે મેઢ કહેવામાં બાકી ન રાખી. એક વખત માની લ્યો કે આ શબ્દો કેમ નીકલ્યા હશે? જેને માનિતા રાણીઓ તરીકે રાખે છે, એવાને પણ ધર્મ વિરુદ્ધ વચન કાઢતી વખતે, કોહિનૂરને બદલે કોલસે નીકળ્યો તેમ કહી નાખે છે. તે કહી નાખે છે તે વખત અંત:કરણ કઈ દશામાં હશે? પરીક્ષા કરવા આવેલી છે. તેને આગળ ચઢવું છે. તમે કરેલી પ્રતિજ્ઞા યાદ કરો. ક્યાં આગળ પ્રતિજ્ઞા કરી છે? તે વિચારે દેવીઓ કહે છે કે ક્ષભદેવ ભગવાનનું મંદિર તેડી તે સાક્ષીને અભાવ થાય. આ વચન જ્યાં કહે છે ત્યાં રાજા મૂચ્છ પામે છે. આ વખત આદિત્યયશા સરખે રાજા વચન સાંભળી મુછ પામતે હશે તે વખતે તેના આત્માની કઈ દશા હશે? તેના ચાકરો શીત ઉપચાર કરે છે. ધ્યાન આવે છે. ત્યાં કહેવા લાગે છે કે અમારા કુળમાં કયાંથી આવી? મારા કુળમાં આનું આવવું મહાપાપને ઉદય. જેમને દેવગુરૂ તથા ધર્મ એ ત્રણને અંગે પ્રતિકુળતા હોય તેવી તમો મારા કુળમાં કયાંથી આવી? આવાના ફળમાં વાસ હોય તેનું જીવવું નકામું છે, મારી પ્રતિક્ષા યાવત જીવ માટે એટલે જીવું ત્યાં સુધીને માટે છે ને? પરભવ માટે તે નથી ને? ગળું કાપી મરવું બહેતર પણ આવાનું સાંભળવું