________________
પ્રવચન રજુ
સં. ૧૯૯૦ના અસાડ જીદ્દી ૧૦ મહેસાણા
મહાપુરૂષોનાં ચારિત્રાનાં સ્મરણુ એ નિત્ય કરણી
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વશ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર રચતા મહાત્માઓના ગુણાનું કીર્તન એ કલ્યાણ અને માાનું ધામ છે. તે માટે આદીશ્વર ભગવાનનું ચરિત્ર રચવામાં આવ્યું છે. ક્થાનુયોગમાં કથા એટલે કાંઈ નહિ તેમ કહેનારા ભૂલ કરે છે. દેશના ઈતિહાસ યુવકો માટે લાહિ તપાવનાર તથા તેજ રાખનાર છે. તેમ ધાર્મિક પુરુષોને ઈતિહાસ ધાર્મિક યુવકને તેજ કરનાર છે. અહિં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ચરણકરણાનુયોગ સામાન્ય છે છતાં જેનો ઈતિહાસ જેવા તેજ હોય, શૌર્ય ભરેલા હોય તે વંશવાલા, દેશવાળા પોતાના લોહિને સતેજ રાખી શકે છે. જે ધર્મ માગે ચઢેલા હોય તે દ્રવ્યાનુયોગ જાણવાવાળા હોય, તેમ ધર્મકથાનુયોગમાં ચારિત્રની પ્રાપ્તિ વિગેરે સર્વ હકીકતો હોય છે. જે દેશના ઈતિહાસ ઉજજવળ હોય તે દેશના યુવકો કેવા ઉજજવળ હોય છે તે વિચારો. તેમ જે ધર્મશાસ્ત્રમાં કથા ઉજજવળ હોય, કથાના નાયક શૌર્ય દેખાડનાર હોય, આત્મા ઉજજવળ કરનાર હોય તો તે સાંભળનારા પોતાના આત્માને ઉજવળ કરી શકે છે. હરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે સ્વાધ્યાય-અર્થ ચિંતવન કર્યા પછી મહાપુરુષોનાં ચરિત્રો યાદ કરવા. આ નિત્ય કરણી બતાવી. મહાપુરુષનાં ચરિત્રને યાદ કરવા તે સાધુની નિત્યકરણી. તે પછી સામાન્ય વર્ગને માટે તે નિત્ય કરણી હોય તેમાં નવાઈ જ શું? તમારે પ્રતિક્રમણામાં સવારે ભરહેસર બાહુબલી સજઝાય રાખેલી છે. તે મહાપુરુષનાં ચરિત્રો ખ્યાલ લાવવા માટે. શાહુકારીને દરેક સારી ગણનારા હોય, છતાં જેણે પોતાની પાસે મિલકત રાખી પાટીયું ફેરવી નાખ્યું હોય તે શાહુકારીને સારી ગણનાર કઈ સ્થિતિમાં જાય? જેણે મિલકત ખાનગી રાખી પાટીયું ફેરવ્યું હોય તેવા બે પાંચ બની ગયા હોય તેના ઉપર ધ્યાન રાખે તો તેની દશા કઈ થાય? એ જગાએ ઘરને પોતાના પહેરવાના લુગડાને વેચી બાયડી છેકરાનાં ઘરેણાં વેચી, દેવું આપ્યું હોય તે વિચારવામાં આવે તે શું થાય? પિરણામ ચડાવવા માટે ઉત્તમ આલંબન પકડવા
શિથિલતાના આલંબન ગ્રહવાવાળા મંદ સંવેગી હોય છે. અર્થાત જેના સંવેગમાં મંદતા હોય તેજ મનુષ્ય શિથિલ સાધુના દૃષ્ટાંતો ખ્યાલમાં લાવે, પણ જે તીવ્ર સંવેગવાળા હોય તે તે જે યતાએ પરિસહ તથા ઉપસર્ગમાં જીવ ખાયા પણ ધર્મથી ચલાયમાન ન થયા તેવાનાં દૃષ્ટાંત ખ્યાલમાં રાખે. આથી ભવ-સંવેગ થવો, ટકવા તથા ફળ