________________
પ્રવચન ૨ જુ
૧૮
દાકતર છીએ. ધર્મની દવા લેવી હોય તેણે અહીં આવવું એનેજ આ સાધુવેશ—ધર્મદાનના અધિકાર. જે વખતે આચાર્ય અને ગુરૂએ ચારિત્ર આપ્યું છે તે વખતે કહ્યુ છે કે આપ્યું છે તે બરોબર સાચવી રાખજે. બીજાને પણ આપજે, મોટા ગુણોએ વધજે, સાધુવેષ આપતી વખતે ગુરુઓ આવા કરાર કર્યો છે. જેથી અહીં જણાવે છે કે ધર્મના સ્પેશીયાલીસ્ટ માટે ધર્મ સિવાય બીજી બાબત જોઇતી હોય તો અહીં આવશેા નહિ. દાકતરને ત્યાં જઇ કાયદા પૂછે તે શું કહે? તેમ વકીલને ત્યાં જઇ હ્રાયની દવા માંગો તો શું કહે, ભણ્યા છે કે નહિ? બહાર બાર્ડ દેખ્યું હતું કે નહિ ? અહીં આ વેષ, આ બોર્ડ ધર્મ. ધર્મ એજ સાધુનું બોર્ડ. જે કોઇને ધર્મ સંબંધી જાણવું હોય ધર્મ વધારવો હોય, તેને અહીં આવવાનું નિમંત્રણ છે. તે સિવાય અર્થના પ્રશ્નો કામના પ્રશ્નો અહીં કાઢે તે બોર્ડને ન વાંચનાર સરખા મૂર્ખ છે. સનંદ મળે ત્યારે જ બોર્ડ ચડાવાય. અમને આ વેષ રૂપી સનંદ આપેલી છે. આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે સ્વયં ાિ: એટલે કે દેશના દેવાવાળાએ પોતે પાપના પરિહાર કરેલા હોવા જોઇએ, નહિંતર નાટકયો છે. નાટકયા અને ધર્મગુરુમાં ફરક એટલો જ કે નાટકિયો ત્યાગધર્મની વાતો શાંતિની વાતા લહેકાવી કરે છે. તે તેમને રોવડાવે તેવી વાતો કરે છે, પણ ગુરુમાં ફરક છે. નાટકિયા પેતે ધર્મ કે ત્યાગ કરતા નથી માત્ર બીજાને કહે છે, ત્યારે ગુરુ પતે ત્યાગના કરનારા ધમ્મો બિળવત્તોથષનફળા હેયલ્લો । એટલે ધર્મ આચરનાર ધર્મ કહી શકે છે. એ ધર્મને જિનેશ્વરે કહેલા છે. જેમ શહેનશાહી ઢંઢેરો દરેક પેપરમાં આવે છતાં શહેરની સત્તા થાય ત્યારે એ ઢઢેરા શેરીને વાંચવાના હકક. જિનેશ્વર મહારાજને ઢંઢેરો. જગતમાં જાહેર, સર્વને માનવાની છૂટ પણ નિરૂપણ કરવાવાળા શેરિફ જોઇએ. શેરિફ અકકલવાળા તે સાથે ખજાનાવાલા જોઇએ. એકલી અકકલ કે ખજાના પર શેરિફ પણું હોતું નથી, તેમ અહીં ત્યાગ ને શાન બંન્ને જોઈએ. ત્યાગ અને શાન બન્ને વાળો ઝબ્બાને ધરાવનારો, નિશીથ સૂત્ર જાણકાર સાધુ જોઈએ. તે અપેક્ષાએ ધર્મઘોષસૂરિ જણાવે છે કે મારી પાસે ધર્મ સિવાય બીજી ચીજ દેવાની નથી. તમે બધી જોગવાઈ પામ્યા છે. તમે લાયક આદમી છે. તમને આ ધર્મ આપું છું. પોતે આપે છે એ ધર્મ આપવાની પોતાની લાયકાતે લેનારની પણ લાયકાત જોઈએ. આ કારણસર ધર્મ ઉત્કૃષ્ટ મંગલ કહયું છે.
卐