________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૨૫
ઉપર એક બે દીવાઓના અજવાળાની જેમ લાખ દીવાનું અજવાળું. એમ બધા દીપકના જુદા જુદા અજવાળા છે. સોયની અણી ઉપર લાખાભે ભાગ કર્યા? જુદા જુદા અજવાળા છે તેમ નિગોદના જીવો માનવાની અડચણ શી રીતે? માત્ર આ ચાર આંગળની લુચ્ચી દલાલણ જીભ, વેપારી અને ઘરાક વચ્ચે કઈ વાંધો નથી. વચમાં આડખીલી જીભ કરે છે. વેપારીને દલાલણ અધર રાખે. ઘરાકને ભૂખ્યો રાખે. જો દલાલણનું ચાલે તે ભાણામાં હતું—ભૂખ હતી પણ વચમાં ભૂખે મારનાર જીભ. પાતાનું પાષણ થાય તો સાદો થવા દે. એ દલાલણના પ્રતાપે અનંતા જીવો માનવા મુશ્કેલ પડે છે. અનંતા જીવોને સંહાર એક ક્ષણના સુખને માટે, તો લેવા દેવાના કાટલા કયા? દલાલણે તે કાટલા જુદા કરાવ્યા. તુલના કરી હોય તો હાસ્ય સ્થિતિઓ ન કરે. જયાં આત્મા પેાતાના સુખ અને દુ:ખને બીજાના સુખદુ:ખ સરખા કાંટે તોળે નહિ ત્યાં સુધી સુખને રસ્તે જઈ શકતો નથી. ધર્મ કોનું નામ? સ્વ અને પરના કાંટા સરખા કરાવનાર, જુઠી માપ ખસેડનાર ધર્મ માટે લાયક છે. આવી રીતે ધર્મોષસૂરિ ધનાસાર્થવાહને ધર્મનાજ ઉપદેશ આપી રહ્યા છે. વળી તે ધર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે અગે.
✩
પ્રવચન કર્યું અસાડ સુદી ૧૧ – રવિવાર
સાધુએ પરાવલ’ખી હેાતા નથી
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર રચતાં થકાં જણાવી ગયા કે મહાપુરૂષોના ગુણાનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. આ હેતુએજ આદીશ્વર ભગવાન વિગેરે ત્રેસઠ સલાકા પુરુષોનું ચરિત્ર હું કરૂ છું. તે ચરિત્રમાં ગઇ કાલે જણાવ્યા મુજબ ધર્મઘોષ સૂરિ ધનાસાર્થવાહને ઉપદેશ આપે છે. ધર્મોપદેશ દેતાં યાવત્ ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે. સાથમાં આવવા માટે તેમને વિનંતિ કરવામાં આવી છે તથા આપ સરવેની સંભાળ હું લઇશ. વિગેરે કહીને સાથમાં આવવા વિનંતિ કરી હતી. તેની અતિઆગ્રહભરી વિનંતિથી ધર્મઘોષસૂરિ સાથમાં પધારેલા છે. પણ ધર્મઘોષસૂરિ અને તેના ગચ્છના શી રીતે નિર્વાહ ચાલે છે તેની બીલકુલ ખબર લીધી નથી. સાર્થમાં લોકો પણ મૂળીયા ખાંડી ખાવા લાગ્યા છે. ઝાડ પાંદડા ખાવા લાગ્યા છે. લાકડાંઓ તથા પાંદડાં ખવાય તેવા સાર્થમાં ગચ્છ સહિત આચાર્યનો નિર્વાહ શી રીતે થાય ? તેવે વખતે પણ સાર્થવાહે પોતાની કબુલાત પાળી નથી. આ જગા પર આચાર્યની સ્થિતિના વિચાર કરીએ તો ગંભીરતાની