________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
૧૭
ભાઈબંધી છે તે છતાં પણ આરીસા ભુવનમાં કેવળ શાન પામેલા. આ કેવળ અજાણ્યું નથી. ઈંદ્ર જાણ્યું છે. તેવી લેશ્યાદ્રારાએ કેવળજ્ઞાન ઈંદ્ર જાણ્યું. પરમેશ્વરના પુત્ર ઘરગથ્થુ ગોઠીયા. ચક્રવર્તી આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામેલા તે આશ્ચર્યની વાત છે. તે કેવળ શાન જાણી ઈંદ્ર આવ્યા છે, છતાં વંદન નમસ્કાર નહીં કર્યું. તમે દીક્ષા લ્યો પછી વંદન કરું. કેવળજ્ઞાનીને કઈ દીા લેવડાવે છે? વ્યવહાર ત્યાગરૂપ દિક્ષા. કેવળશાન પામ્યા પછી પણ વ્યવહારની જરૂર ખરી, તો પછી કેવળશાન પામ્યા પહેલાં વ્યવહાર ત્યાગની કેટલી જરૂર પડે તે વિચારી લ્યો. દીક્ષા લ્યો પછી વંદન કરૂં. આ ઉપરથી વ્યવહાર ક્રિયાની કિંમત ઘટાડાતી નથી પણ વ્યવહારને વળગો ને પરિણામ છેડો તે પાલવનું નથી. રેલ્વે ડાબા પાસે ધસે તે પાલવતું નથી. એકલા જમણા પાસે ધસે તો પણ કામનું નથી. અહીં વ્યવહાર અને ક્રિયાના પાટાને ખસેડી નાખે તે પાલવતું નથી.
અહીં તો બે પાટા ઉપર બરોબર ચાલે તો અકસ્માત નથી. તેમ વ્યવહાર લાપી પરિ ણામને પાટે ચાલ્યો જાય અગર ઉલટું ચાલે તે બન્ને અકસ્માત છે. અહીં બંનેએ પાટા ઉપર ચાલવું જોઈએ. પણ આપણી દશા તો એવી છે કે દાતાર મળ્યો છે. દાન દે છે. આપણે ભટકતા ભિખારી દાતાર---ભગવાન પાસે હાજર થયા છીએ. અભિમાન, ઈર્ષ્યા, અજ્ઞાનતાથી કરેલી ધકરણી હારી જવાય છે.
આપણે આકર્મી માં શિરોમણિ કે આપણા પડિયા આપણે જ કાંણા કરીએ છીએ. નહીંતર આપણી ધરમકરણી ઉપર અનુમેદના કેમ થતી નથી? પખાલ ગલુહણાને વાર હોય તો બહાર વાત કરવા ઊભા રહીએ. રખે પખાલ ગલૂહણાં કરવા પડશે. ને કદાચ પખાલ ગલુહણાની ગાઠીયે વાર કરી હોય તો તેની ધૂળ કાઢી નાખીયે ને ઠપકો દઈએ કે કેમ હજા પખાલ કરી નથી? વિગેરે તેવે ટાઈમે તમા ક્રોધ કરો છે. હાય, હાય, મારે પખાલ જાતે કરવી પડશે; જેમની પૂજાને અંગે ઈંદ્રો પડાપડી કરે છે તે તમાને વેઠ લાગે છે. પૂજા પ્રતિક્રમણ વખતે ઘીની બોલી કરે છે તો તે બોલીની કિંમત શી? શા માટે ઘી બોલ્યા ? ભકિતથી બાલ્યા કે દેખાવ માટે બાલ્યા? વગર પૈસે મળેલી ભકિત વીખેરી નાંખે તો પૈસા ખરચી પરાણે લે તો તેમાં કારણ શું? તે માટે કહેવું પડે છે કે આપણા હાથે ધર્મકરણી થાય છે પણ અભિમાન ઈર્ષ્યા ને અજ્ઞાનતાથી કરીને તે હારી જાઓ છે. માટે પાત્રને તૈયાર કરો. વસ્તુની દુર્લભતા અને લેનારની લાયકાતનું ભાન કરાવવું જોઈએ. અહીં ભાન કરાવવા માટે ધર્મઘોષસૂરિ પોતાની પાસેની વસ્તુ દે છે. ધ ગુરુ અને નાટકિયાના તફાવત
વકીલની દુકાને વકીલાતનું પાટીયું ચોડાય. દાકતરને ત્યાં અમુક દાકતર અમુક વસ્તુના સ્પેશીયાલીસ્ટ તેમ પ્રથમ બોર્ડ ચડાવે છે. તેમ અહીં ધર્મદાતા પાપનો રોગ મટાડનાર