________________
૨૦
પ્રવચન ૩ જુ
મેળવવું તે તીવ્ર સંવેગવાળાના દૃષ્ટાંતને આભારી છે. સંવેગમાં ઓછાશ-મંદતા થવી દુર્ગતિગામી થવું તે શિથિલ આલંબનને વશ છે. શાહુકારનું ધ્યાન શાહુકારીમાં ખ્યાલ રાખે. સારા માણસને કહીએ કે તને આ શોભતું નથી. દેવાળીયાનું ઓઠુંદેવાનું તને શોભતું નથી. પતિતોનું દૃષ્ટાંત દેવું કેમ શોભશે? નાના છોકરા ઉંચી દૃષ્ટીએ ઉતરે છે. છતાં નાના કરાની નીચી દૃષ્ટિએ ન ઉતરે તે પગથી પકડી ઉંચે મોંએ ઉતરવાનું બને. પણ નાના કે મોટામાં નીચે મોઢું રાખી ચઢાનું નથી. ઉચ્ચ આલંબન લે તો પરિણામ ચઢે, નીચું આલંબન લે તો પરિણામ ઉતરે.
ગાર અને કાટપીડિયાનાં કાર્યો
જો તમારા આત્માને ચડાવવા માગતા હો તો પહેલાનાં, વર્તમાનનાં ઉત્તમ પુરુષોના દૃષ્ટાંતો ગોખી રાખો. ગાર બનો પણ કાટપીટીયા ન બનો. ગારને ત્યાં જન્મ્યાની તથા લગ્નની ‘નોંધ’ મળે ને કાપિટિયાને ત્યાં મડદાંની નોંધ મલે. આજકાલ બે વર્ગ છે. એક ગાર તરીકે કામ કરેછે. ને એક કાટપટિયા તરીકે કામ કરે છે. ઓચ્છવ ઉજમણા દિક્ષા પદવીઓ વિગેરેની નોંધ એક વર્ગ રાખે છે, જ્યારે બીજો વર્ગ ઝઘડાની તથા પતિતેની નોંધ રાખે છે. ઉજમણા વિગેરેના ઝઘડા થયા હોય તેની નોંધ રાખે છે. કેટલાક ગાર તરીકે કામ કરી ઉન્નત્તિના કાર્યો કરી તેની નોંધ રાખે છે. એમ ગારને ઘેર આનંદ શામાં ? કોઈને ત્યાં જન્મ થાય કે લગ્ન થાય તેમાં, ને કાટપિટિયાને આનંદ થેમાં? કોઈને ઘેર મરણ થયું હોય તેમાં, તેમ ઉત્તમ પુરુષને આનંદ શેમાં? કોઈ માર્ગમાં વધે, ચઢે, આત્માનું કલ્યાણ કરે તેમાં ને નીચ પુરુષોને આનંદ જેમાં ? તો કે પિતાની નોંધમાં, ઝઘડામાં. વરઘોડા આદિની નોંધ સાચી ખોટી આપવી, ખોટી જાહેરખબરો આપવી, તેમાં એ બધા કાટપિટિયાના ધંધા કરનાર બરાબર સમજવા, શાસનમાં ગાર તરીકે શાસન પા કામ કરે છે. આપણા આત્માને ગાર પક્ષમાં લઈ જવા છે કે કાટપિટિયામાં? જે જે ઉત્તમ દેશિવરતિ સમ્યકત્વ મહાકષ્ટથી પળાય તેવી સર્વવિરતિ લઈ તેને ટકાવી રાખે, યાવત મેક્ષા સુધી પહોંચે તેવાના આલંબન લે તે ગોર પક્ષમાં ગણાય. કેશવે રાત્રિ ભાજનનો નિયમ લઈ પાલ્યો, સહન કર્યું, ઘર છેડવું પડયું તો પણ મજબુત રહ્યો ને અંતે ઢળી ગયો.
આ પક્ષ કાટપિટિયા પામાં ગણાય. કાટપિટિયા એ શબ્દ લખવાની જરૂર ન પડે. જે પતિતા હોય તેના આલંબન લઈએ તો કાટપટિયા પક્ષ. ઉત્તમ પુરુષો આવા પક્ષમાં દાખલ ન થાય. ગાર પામાં દાખલ થાય. શાના આધારે ? તો કે ઉત્તમ એવી ધર્મકથાઓ સાંભળે.
આદિત્યયશાની દૃઢતા
એક પૌષધ સાચવવા માટે પાતાનો જીવ કુરબાન કરવા આદિત્યયશા તૈયાર થયા. ઈંદ્ર પ્રશંસા કરી ત્યારે રંભા-ઉર્વશી આદીશ્વર ભગવાનના દેરાસરમાં સ્તુતિ કરે છે. આદિત્યયશા પૂજા કરી બહાર નીકલ્યા. તમે કુંવારી છે કે પરણેલી ? તેઓ કહેવા