Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આત્મસ્વરૂપ (ચાલુ)
૫૬ | સંબંધિત શિર્ષક : સ્વરૂપ | આત્મહિત | E ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. (પૃ. ૨૧૯) 1 ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. (પૃ. ૧૮૦) I આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે.
(પૃ. ૩૩) T મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ
તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિપપણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં
ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સલ્ફાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. (પૃ. ૬૫૩). [ આ આરા(કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગો વારંવાર બને,
તેથી આયુષની કાંઇ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઇ બેસાય છે. (પૃ. ૭૭૧) D પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં
સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મનિ ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઇ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તોપણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મળ થઇ જતાં વાર લાગતી નથી. (પૃ. ૪૨૩). વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણશો. અને સ્વપ્ન પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો. (પૃ. ૬૧૭) - 1 ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. (પૃ. ૧૮૩) D આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે. (પૃ. ૫૬૨). 0 દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય અર્થાત્ આગારવાસપર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના માહાભ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. (પૃ. ૫૬૧).