________________
દુઃખક્ષય ઉપાય (ચાલુ)
૨૮૨
જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે (જ્ઞાનીની) દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુ:ખના
ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પૃ. ૬૧૩)
કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય પણ તે કોઇક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. (પૃ. ૬૧૫)
શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ર્ચતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. (પૃ. ૬૨૬)
D કે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઇ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. (પૃ. ૬૩૨)
D સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. (પૃ. ૪૭૫)
D‘દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે. (પૃ. ૪૮૪)
જ્ઞાનીપુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. (પૃ. ૪૮૪)
D સારા દેશકાળમાં પણ ક્વચિત્ તેવા મહાત્માનો (વીતરાગશ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને ૫૨મકરુણાશીળ મહાત્માનો) યોગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુ:ખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે? તેનો માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલોક્યો છે ઃ–
નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઇએ, અને તે માટે બાહ્યાવ્યંતર પરિગ્રહાદિ ત્યાગ જ યોગ્ય છે.
જેઓ સર્વથા તેવો ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશત્યાગપૂર્વક કરવું યોગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છે :
તે મહાત્માપુરુષના ગુણાતિયપણાથી, સમ્યક્ચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઇ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. (પૃ. ૫૭૮)
નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ (પત્રાંક ૭૬૬) તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય.
આ ૫૨માર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ઘ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. (પૃ. ૫૯૨)
I ‘અનુભવપ્રકાશ' ગ્રંથમાંનો શ્રી પ્રહ્લાદજી પ્રત્યે સદ્ગુરુદેવે કહેલો ઉપદેશપ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કોઇ સર્વ દુ:ખ મટાડવાનો ઉપાય