Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમાર્થમાર્ગ (ચાલુ)
૩૪૨ દુઃખે. દુઃખમાં કાયરપણુંકદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની–પુરુષના નિશ્રયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? કે ક્યાંથી થાય? જે વસ્તુનું માહાસ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભ્રાંતિ પણે જાણેલું સુખ તે પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાત્મ શું લાગે ? એવી માહાભ્યદ્રુષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાની પુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ–વડનું બીજ એ છે. (પૃ. ૩૭૮) T જિનાગમમાં આ કાળને “દુષમ” એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે “દુષમ' શબ્દનો અર્થ
દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો. તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને “દુષમ' કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાનકાળને વિષે જો કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમકે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે પૂર્વનું ઘણું કરીને આરાધકેપણું નહીં તે. બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને કયાંક સત્સમાગમ અથવા સદ્ગુરુનો યોગ બને, અને તે પણ કવચિત્ બને. ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્દગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્ગર આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ કવચિત્ સત્સમાગમનો યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કહ્યો છે, અથવા બાહ્યક્રિયા અને