Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
४७७
યોગ્યતા (પાત્રતા) (ચાલુ) | ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી, - ૧૦. પોતાની ગુરુતા દબાવનાર,
એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી. (પૃ. ૨૧૦) 1 જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું; અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની
મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે;
તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તો ઉપકારી છે. (પૃ. ૭૧૫). D શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક સદ્ગુણોથી યોગ્યતા મેળવવી, અને કોઈ વેળા
મહાત્માના યોગે, તો ધર્મ મળી રહેશે. સત્સંગ, સાસ્ત્ર અને સદ્ગત એ ઉત્તમ સાધન છે. (પૃ. ૩૩૫) D જ્યાં કષાય પાતળા પડયા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય.
જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરયોગ ન મટે. (પૃ. ૫૩૭) યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. (પૃ. ૨૨) માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ લેઈ કલ્પદ્રુમની છાયા છે; અને બં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધર્તા એવો આ માયાપ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કોઢવધિ યોજનો ચાલ્યા કરે છે, ત્યાં
જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય? (પૃ. ૨૭૯) D જીવને સપુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સરુની 'આસ્થા હોય તો સમ્યકત્વ થાય. (પૃ. ૭૧૬) D જગતમાં સતપરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગ-સતુશાસ્ત્રાધ્યયન-સમ્યફદ્દષ્ટિપણું અને સત્યોગ
એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને
સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. (પૃ. ૧૭૮). I અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સત્કથા
એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રામ્ભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. (પૃ. ૧૮૩)