________________
'પરમકૃપાળુદેવ અને ...
૭૬૫ 1. વનવાસ 1 વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. (પૃ. ૩૧૪) પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર ને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા ફેરવશું પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઇએ' ‘વનમાં જઇએ' એમ થઇ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. (પૃ. ૨૭૧). આ દેહ ધારણ કરીને જોકે કોઇ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકાર સહિત દિવસ ગાળ્યા નથી, પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, તથાપિ એ કોઇની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મોટું આશ્રર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રૂચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ
કરાતું નથી. (પૃ. ૩૧-૭) . વંદન | તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે, બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વછંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.
(પૃ. ૪૦૩). [... વાણી 1 વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન
રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ સંભવે છે. (પૃ. ૩૮૯) D થોડા જ વખત પહેલાં, એટલે થોડા વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી
શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. (પૃ. ૪૫૮)