Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સૂક્ષ્મ
૭૯૪
||
| જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે.
(પૃ. ૩૧૯, આંક ૩૩૩) T બળનો સૂમમાં સૂક્ષ્મ વિભાગ ‘સમય’ છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને
અરૂપી પદાર્થનો સૂક્ષમાં સૂક્ષ્મ વિભાગ ‘પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં, જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય.
તો તેને વિષે સાક્ષાત્પણે રસમયનું જ્ઞાન થાય. (પૃ. ૪૯૭, આંક ૬૭૯) D કર્મણ શરીર પણ છે, જે તેજસ કરતાં સૂક્ષ્મ છે. (પૃ. ૭૫૫, વ્યાખ્યાનમાર-૧,આંક ૯૫૮)
ઉપર જણાવેલ ચાર અનુયોગનું (દ્રવ્યાનુયોગ. ચરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ) તથા તેના. સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે. જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો. હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની રિથરતા કરવા માટે રાઘળું કહેવામાં આવ્યું છે; કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઇ જાણ્યું હોય તો તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે; અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. (પૃ. ૭૫૬, વ્યાખ્યાન સાર-૧, આંક ૯૫૮). પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઇ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી રવરૂપ સમજાય છે, અને તે પ્રમાણે રામજાદયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો
જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. (પૃ. ૭૫૬, વ્યાખ્યાનમાર-૧, આંક ૯૫૮) | સમષ્ટિ
લેઇ પ્રગટ ધરણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર રામ્યદૃષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ. કહેવાનું કંઇ આત્મા સંબંધી ળ. નથી એમ અનુભવમાં આવે છે. (પૃ. ૪૦૬, આંક પ૦૪)