Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૯૩
સંશોધક
સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઇ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી
દે છે. (પૃ. ૧૭૩, આંક ૪૦) સંશોધન |
૧) આત્મા છે. ૨) તે બંધાયો છે. ૩) તે કર્મનો કર્તા છે. ૪) તે કર્મનો ભોક્તા છે. ૫) મોક્ષનો ઉપાય છે. ૬) આત્મા. સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો.. (પૃ. ૨ ૨૩, આંક ૧૩૦) લેઇ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એગ્ર ભાવથી સમ્યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યારાત્ય માટે વિચાર કરનારા કે બોધ, દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પણ આવી પહોંચેલાને વિલંબ નહીં હો... (પૃ. ૧૮૨, આંક પ૪) જો ત્યાં તમને વખત મળતો હોય તો જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો, અને એક ઘડી પણ સત્રાંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. (પૃ. ૧૮૧, આંક પ૧) ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્ રાંશોધનથી. તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશોધન શેઇક મહાભાગ્ય સદ્ગુરૂ અનુગ્રહ પામે છે. (પૃ. ૧૭૮, આંક ૪૭) T સર્વને સરખી બુદ્ધિ આવી જઇ, સંશોધન થઇ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા
જોકે બને તેવું નથી; તોપણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ
આવે, એ વાત મને સંભવિત લાગે છે. (પૃ. ૧૭૨, આંક ૪૦) | સંશોધક D સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ
ઓછા છે. તેમને સાહિત્યો જેવાં કે સદ્ગુરુ સત્સંગ કે સન્શાસ્ત્રી મળવા દુર્લભ થઇ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં પાર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી. તેની કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ. મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઇ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઇ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઇ પડ્યું છે. (પૃ. ૧૭૨-૭૩, આંક ૪૦)