Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
મિથ્યા ધર્મવાસના
મિથ્યા ધર્મવાસના
I હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. (પૃ. ૨૬૨, આંક ૧૯૮)
૩૯૨
D ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. (પૃ. ૨૬૨, આંક ૧૯૯)
વિચાર
આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યે જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો. પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. (પૃ. ૩૬૫, આંક ૪૩૨)
વિપાક
E વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. (પૃ. ૭૮૪, વ્યાખ્યાનસાર-૨, આંક ૯૫૯)
વાગ્યવાન
— વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. (પૃ. ૪૭૧, આંક ૬૧૨)
તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઇ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે? તથા તેની નિવૃત્તિ ઇચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત્ તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઇ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ? તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશો. (પૃ. ૪૬૮, આંક ૬૦૬)
વિસ્ટસાપરિણામ
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામેં સ્થિર હૈ, અમૃતધારા બરસે.”
D એ કવિતમાં ‘સુધારા’ નું જે માહાત્મ્ય કહ્યું છે, તે કેવળ એક વિસ્ત્રસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામે વરૂપથ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે. (પૃ. ૩૮૭, આંક ૪૭૫.)
સ્વાભ
D વ્યવહારપરત્વે કોઇ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્નું પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. (પૃ. ૨૧૮, આંક ૧૨૦)