________________
પરમકૃપાળુદેવ અને ..
७७४ તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથો મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો – નાના - આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતો; વખતોવખત કથાઓ સાંભળતો; વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનતો, જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઇએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઇએ અને ત્યાગી હોઇએ તો કેટલી મજા પડે ? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી; પ્રવીણસાગર' નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઇએ અને નિરપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઇએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે તે મને દ્રઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઇ પદાર્થ બને નહીં માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઇક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પાનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામનો નામાંકિત વિદ્યાર્થી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઇચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઇ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તટી ગઈ. એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઇ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઇને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઇને મેં ઓફૅઅધિકું તોળી દીધું
નથી, એ મને ચોક્કસ સાંભરે છે. (પૃ. ૨૦૩-૨) [.. સમ્યફદ્રષ્ટિપણું
અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દષ્ટિપણું તો જરૂર સંભવે છે. (પૃ. ૩૭૪)