Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૮૩
અભિસંધિ પરિશિષ્ટ-૧ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાંથી કરેલાં પ્રથમ આવૃત્તિના સંકલનમાં લેવાના રહી ગયેલા
થોડા વચનોનું આ પરિશિષ્ટ છે. અનુસંધાન
કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે રવભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. (પૃ. ૮૨૪, હાથનોંધ-૨) I હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં
છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. (પૃ. ૮૨૪, હાથનોંધ-ર) અસત્સંગ | 1 જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે; તે ભ્રાંતિ એ કારણથી વર્તે છે, તે બરણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પષના દર્શન પ્રત્યે જીવને સ્ત્રી નથી; તેવા તેવા જોગ સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને તેનું સૌથી મોટું બરણ અસત્સંગની વાસના જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસદર્શનને વિષે સદર્શનરૂપ ભ્રાંતિ તે છે. એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીતપણું, અને પરમાર્થવરૂપ એવું જે આત્માપણું તે
જાણવા યોગ્ય છે. (પૃ. ૩૬ ૬-૩૬૭, આંક ૪૩૭). | ત્યાગવા યોગ્ય એવાં વિચ્છેદાદિ કિરણો તેને વિષે તો જીવ ચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન
કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પષી વિષે કાં તો વિમુખપણું અને ધું તો અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવારમાં ઇ કોઇ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ લેઇ લે અંશે ગણવા યોગ્ય છો. અસત્સંગ અને રવેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન
છે. (પૃ. ૨૧૯, આંક ૧૨૧) | અભિસંધિ |
અભિસંધિ = આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. (પૃ. ૭૮ ૨, આંક ૯૫૯)