Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૮૭
ધસત્વભાવ
કર્મ જ્ઞાનાવરણીય
જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપગમ નથી થયો, ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની ઇચ્છા રાખનારે તે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. (પૃ. ૭૪૫, વ્યાખ્યાનસાર-૧, આંક ૯૫૮)
D વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયનો બહુ ક્ષોપરામ થશે એમ હું વિવેકથી કહું છું. (પૃ. ૧૧૭, મોક્ષમાળા, શિક્ષાપાઠ ૮૦)
કોઈકુજ
D વિશુદ્ધાત્મા કોઇક જ થાય છે. વિવેકથી તત્ત્વને કોઇક જ શોધે છે. એટલે મને કંઇ વિશેષ ખેદ નથી કે જૈનતત્ત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી? (પૃ. ૧૨૬, મોક્ષમાળા, શિક્ષાપાઠ ૯૬)
કોઇક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દ્દઢ ઇચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કોઇકને જ તે ઇચ્છા સત્પુરુષનાં ચરણસેવન વડે,પ્રાપ્ત થાય તેવું છે. (પૃ. ૨૫૫, આંક ૧૮૨)
7. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કોઇક જ જાણે છે. નહીં તો નિગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. (પૃ. ૧૧૭, મોક્ષમાળા, શિક્ષાપાઠ ૮૦)
જ્ઞાનીનો માર્ગ
D મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. (પૃ. ૬૫૩, આંક ૯૩૭)
જ્ઞાનયોગ
વેદના વેદતાં જીવને કંઇ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે; એટલે જીવ ને કાયા જુદાં છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાનીપુરુષનો અબાધ જ રહે છે. માત્ર વિષમભાવરહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. (પૃ. ૪૧૦, આંક ૨૦૯)
દા.
જ્ઞ વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહી; તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે? (પૃ. ૭૧૦ ‘ઉપદેશછાયા', આંક ૯૫૭)
દાસત્વભાવ
D સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઇ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે કયાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારૂં નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઇચ્છીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. (પૃ. ૨૪૪, આંક ૧૬૩)