________________
૩૮૯
પાપપુણ્ય
પંદર ભવે મોક્ષ T બીજભૂત શાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. (પૃ. ૭૦૮, ‘ઉપદેશછાયા' આંક ૯૫૩) D બીજો પ્રશ્ન “ચીદપૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભ અને જઘન્યજ્ઞાનવાળા પણ
અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?” એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉ છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો. છે. જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન; અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ
છે એટલા માટે એમ કહ્યું. (પૃ. ૨૨૭, આંક ૧૩૯) 0 એક રાત્પરુષને રાજી કરવામાં તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઇ
તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઇશ. (પૃ. ૧૯૫, આંક ૭૬)
અમે પૂર્ણબ્રમપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિસ્પૃહપણું વર્તે છે, આત્મસુખે કરી પરિતૃપ્તપણે વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. (પૃ. ૩ર૬, આંક ૩૬૨)
જ્યાં પૂર્ણકામપણે છે, ત્યાં સર્વજ્ઞતા છે. (૩૨૬, આંક ૩૬૦). પ્રતીતિ
પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દષ્ટાંત તરીકે:- પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે ને ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં રામાઇ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવરથા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણે તે કરી જતાં નથી. પણ બયમ રહે છે અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી શાને થાય છે. (પૃ. ૭પપ, વ્યાખ્યાન સાર-૧, અંક ૯૫૮). જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાયું છે કે “આ પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ', અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. (પૃ. ૬૯૬ 'ઉપદેશછાયા', આંક ૯૫૭) D અંતત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ
કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે. એમ પ્રતીતિ થાય છે; એ જ રીતે અંતત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે ‘પરિણામપ્રતીતિ’ છે. (પૃ. ૭૭૮ વ્યાખ્યાનમાર-૨, આંક ૯૫૯)
u જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તો પણ તેનો સ્વભાવ કડવો છે. પુણ્ય પણ ખારાશમાંથી થાય