________________
આસ્થા (ચાલુ)
૭૮૬
કર્તાભોક્તાપણું છે. જ્ઞાને કર્તાભોક્તાપણું પરયોગનું નથી. જ્ઞાનાદિ તેનો ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત્ વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યક્દર્શન છે. (પૃ. ૨૪૨, આંક ૧૯૬૧)
અભિસંધિ
D અનભિસંધિ = કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. (પૃ. ૭૮૨, વ્યાખ્યાનસાર-૨, આંક ૯૫૯)
અનુભવ
E પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નાર કહ્યો છે.
તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. (પૃ. ૩૭૦-૭૧, આંક ૪૪૬)
7 અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઇ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. (પૃ. ૪૨૬, આંક ૫૩૦)
અનુભાગ
I વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. (પૃ. ૭૮૪, વ્યાખ્યાનસાર-૨,આંક ૯૫૯)
કે
ઉપકર
T વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોક્લવા માટે થંભતીર્થવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું.
દાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતિ. (પૃ. ૪૯૯, આંક ૬૮૧)
ઉપદેશ
I અમારો ઉપદેશ તો જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. (પૃ. ૭૩૫,‘ઉપદેશછાયા’ આંક ૯૫૭)