________________
પરમકૃપાળુદેવ અને ..
૭૭૫
.. સંકલ્પ
જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને
પામતાં હોય તો તેમ થવા દેવા યોગ્ય છે, એમ ઘણાં વર્ષનો સંકલ્પ છે. (પૃ. ૩૩૮) [.. સંતોષ D કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને (શ્રી ગાંધીજીને) વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે.
તે સંતોષમાં મારો કંઇ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. (પૃ. ૪૫૩) . સંયોગ D માત્ર અન્નવસ્ત્ર હોય તોપણ ઘણું છે. પણ વ્યવહારપ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડુંઘણું
જોઇએ, માટે આ પ્રયત્ન કરવું પડયું છે. તો ધર્મકીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં
સુધી બની આવે એટલે ઘણું છે. (પૃ. ૬૨૮). · સંસાર 3 વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ
એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે. (પૃ. ૪૦૯). . સેવાચાકરી નિરંતર જ્ઞાનીપુરુષની સેવાના ઇચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ. અને તેથી જ્ઞાનીપુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભકિતભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ; તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધોદય વર્તે છે. (પૃ. ૩૬૨)
જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઇ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક
ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગેના વિચારનો છે અને તેવી આચરણા સપુરુષને નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્પરુષે પણ ઉપશમાવવાં જોઇએ. (પૃ. ૪૪૩) . સિદ્ધિજોગ, T કોઇ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો
નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટયો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી; તો પછી તે રિત કરવા વિષેની ઇચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. (પૃ. ૩૭૪).