Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ..
૭૭૬
... સૂત્ર
T સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે.
(પૃ. ૨૫૦) ... સ્ત્રીસંબંધ T સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના
પ્રવર્તનમાં અટક્યો છું. (પૃ. ૧૯૬) T સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. (પૃ. ૧૯૮)
. પૃહા |
( ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી.
રહેતી હોય તોપણ રાખવા ઇચ્છા નથી. એક “તુંહિ તુહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઇએ છે. (પૃ. ૨૨૯)
અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. | (પૃ. ૨૭૫) T બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી
ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ - તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. રૂચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી ? આશ્ચર્ય થાય છે
સ્મરણ
D અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન
પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્રળપણે રહ્યા છે, તે પુરુષોના ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. (પૃ. ૬૦૮) અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. (પૃ. ૩૫) પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર
વ્યકતાવ્યકતપણે સંભારું છું. (પૃ. ૬૪૦) I આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ. (પૃ. ૫૪) D રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ
અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાને છે. (પૃ. ૮૧૭). .. સ્મૃતિ | D સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે