Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને...
७८० અનન્ય પ્રેમભક્તિ અખંડ રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના ઇચ્છી અત્યારે
અધિક લખતો નથી. (પૃ. ૩૦૦-૧) T ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો
હતો તે આત્મવીર્ય કરી જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક પ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથી થતું નથી એ જ અદૂભૂત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ
ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ઝ શાંતિઃ (પૃ. ૬૫૮) . સ્વાનુભવસ્થિતિ D પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય
છે. તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઇ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા
વર્તે તો અદભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. (પૃ. ૮૩૦) [... હરિરસ
આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. (પૃ. ૩૦૧).