Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ...
૭૪
મારા પર તમારો (શ્રી જૂઠાભાઇ) રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઇ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઇચ્છના છે; તેને લીધે કોઇ પણ રીતે તમારા પર ઇચ્છના કંઇ અંશે પણ વર્તે છે. (પૃ. ૧૮૪)
D નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઇચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. (પૃ. ૩૩૩)
... રુચિ
D અમને તો માત્ર અપૂર્વ એવા સત્તા જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઇ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઇને કરવામાં આવે છે. (પૃ. ૩૨૧)
જગતમાં બીજા પદાર્થો તો અમને કંઇ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઇ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ ૫રમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. (પૃ. ૩૨૫)
લક્ષ
નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. (પૃ. ૭૯૫)
લગ્નપ્રસંગ
આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઇ શકે, તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી - અને તેમ તેવાં કાર્યનું માહાત્મ્ય કંઇ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઇ તેવું ઉપયોગી નથી. (પૃ. ૪૩૭)
રેવાશંકરભાઇ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઇ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે ૫રમાર્થને બાધ થાય. રેવાશંકરભાઇને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે; દ્રવ્યવ્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે. (પૃ. ૪૪૬)
| ... લબ્ધિ
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિઓ ઊપજે છે. જૈન ને વેદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તો બન્ને જણા કબૂલ કરે છે; માટે સંભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે. (પૃ. ૬૯૭)
લેખનશક્તિ
થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઇ જાય છે; અને પછી પણ જે કંઇ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે. (પૃ. ૪૫૮)