Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ..
૭૬૮ વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે. કેમકે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ
કરવાની છે. (પૃ. ૮૦૩-૪). ... વીતરાગતા T કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું
નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. (પૃ. ૩૦૬). 1 શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે માટે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે
હોઇશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી
ખરેખરા છીએ, સાચા છીએ. (પૃ. ૩૧૪) T સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. (પૃ. ૩૧૫). D દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્રલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્રય
તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે. સદેહે પ્રાપ્ત થાય છે. એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું
નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. (પૃ. ૩૧૯) : .. વેદોદય | D તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે. ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભોગવે છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઇચ્છા
લાગે છે. (પૃ. ૨૪૯) ..વૈરાગ્ય D આ દેહ પણ જ્યારે ત્યારે ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. (પૃ. ૩૨૦) અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મને મળવા દેતો નથી, અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. (પૃ. ૩૨૮) .. વ્યવસાય |
જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે.