________________
પરમકૃપાળુદેવ અને ...
990
અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિષે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત્ અમને ઉદયમાં વર્તે છે; અને તેવા વ્યવહારનો ઉદય દેખી ઘણું કરી ‘ધર્મ સંબંધી’ સંગમાં અમે લૌકિક, લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઇ બીજા મુમુક્ષુને કોઇ પ્રકારની કંઇ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઇ હેતુ નથી (પૃ. ૪૦૦) લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે, માર્ગનો વિરોધ કરવા જેવું છે; અને એમ જાણીને તથા તેના જેવાં બીજાં કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી.
વખતે ક્યારેક કોઇ સમાગમમાં આવે છે, અને કંઇ સ્વાભાવિક હેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઇચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વ યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિમામવત્ પ્રવૃત્તિ થાય છે, કેમકે તેમાં સારભૂતપણું કંઇ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે. (પૃ. ૪૫૭)
D જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઇ શકે છે ? વૈશ્યવેષે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે.
વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઇ લોકદૃષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિગ્રંથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. (પૃ. ૮૦૩)
મૌનદશા ધારણ કરવી ? વ્યવહા૨નો ઉદય એવો છે કે તે ધારણ કરેલી દશા લોકોને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં.
ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો ? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઇક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ દૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે.
તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઇ શકશે ? કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે - એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે.
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન - કેવળદર્શન - સ્વરૂપે