Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ...
૭૭
ઉત્પન્ન થઇ છે જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષોએ ઉપ૨ કહ્યા તે વિચારો વિષે જે કંઇ સમાધાન આપ્યું હતું, અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલોચના કરી.
તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનોનો વિચાર કર્યો. તે આલોચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું. અને પ્રસંગે પ્રસંગે મંથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મંથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણો દેખાયાં.
O
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકશાસ્તિજીય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ. ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી હ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક ક્મ થઇ શકે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઇ શા માટે આવે નહીં ?
૦ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશી છે, તેનો કંઇ બીજો રહસ્યાર્થ છે ?
૭
હ
d
૭
૭
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હોવામાં કંઇ રહસ્યાર્થ છે ? લોકસંસ્થાન સદૈવ એક સ્વરૂપે રહેવામાં કંઇ રહસ્યાર્થ છે ?
d
એક તારો પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ?
શાશ્વતપણાની વ્યાખ્યા શું ? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેવું શું કારણ છે ?
0 સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા જતો નથી, અને લોકાલોક કંઇ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ?
અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસ્તૃસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત થાય છે.
૦ આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? (પૃ. ૮૦૯-૧૦) વિભાવયોગ
– સર્વ વિભાવયોગ મટયા વિના અમારું ચિત્ત બીજા કોઇ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે ક૨વામાં આવતો ભાવસ્વરૂપ.
આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે