Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સત (ચાલુ)
૫૬૪ તે પરમસતુને “પરમજ્ઞાન” કહો, ગમે તો “પરમપ્રેમ” કહો, અને ગમે તો “સત-ચિત-આનંદ. સ્વરૂપ” કહો, ગમે તો “આત્મા’ કહો, ગમે તો “સર્વાત્મા’ કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સતુ તે સત જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્ત્વ કહેવા ઇચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. (પૃ. ૨૪૭) E પરમ સત્ રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સફદ્રષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે.
પણ બહુ જૂજ પ્રસંગમાં, યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. (પૃ. ૩)
સત્ અને લોભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે? (પૃ. ૭૦૧) સતદેવ In જેઓને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહોત્રતપોપધ્યાન વડે વિશોધન
કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્વળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાશિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે; સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાંખે છે, કેવળ મોહિનીજનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા
ધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજનો મેઘધારાવાણથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત માત્ર પણ સંસારી વૈભવવિલાસનો સ્વપ્નાંશ પણ જેનો રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે, તે સદેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે. (પૃ. ૩). “વાર્તા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેરો. વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંત પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અહંત થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.' અહીં સદેવના અપાયઅપગમઅતિશય, જ્ઞાનઅતિશય, વચન અતિશય અને પૂજાઅતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “યોગશાસ્ત્ર'નો સાર સમાવી દીધો છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર