Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
સમ્યવૃષ્ટિ (ચાલુ)
૬૨૦
વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યો છે એવા જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. (પૃ. ૩૩૯)
નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાવૃષ્ટિ જીવ કરતાં સમ્યવૃષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. (પૃ. ૭૭૮)
D મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યદૃષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની, મિથ્યાવૃષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યકૃષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ ૫૨માર્થ સમજવા યોગ્ય છે. (પૃ. ૬૭૪)
સમ્યદૃષ્ટિ પુરુષો, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઇએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દૃઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. (પૃ. ૭૮૫)
I સમ્યદૃષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે; તેમ જ્ઞાનીપુરુષો ઉદયવિશેષને લઇને વ્યવહારમાં પણ અંતરાત્મદૃષ્ટિ ચૂકતા નથી. (પૃ. ૭૮૫)
D સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પૂજતા નથી; અને ઇષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યદૃષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેલે અંશે ભાવપ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યદૃષ્ટિપણું તે જીવને હોય છે. (પૃ. ૩૭૭)
D મોહાદિ વિકાર એવા છે કે સમ્યદૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે; માટે તમારે તો સમજવું કે મોક્ષમાર્ગ પામવામાં તેવાં વિઘ્નો ઘણાં છે. (પૃ. ૭૦૪)
D સમ્યદૃષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય. મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાવૃષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે.
સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણોથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. (પૃ. ૬૯૭)
D મુમુક્ષુમાત્ર સમ્યવૃષ્ટિ જીવ સમજવા નહીં. (પૃ. ૬૮૫)
C સભ્યદૃષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઇએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઇએ. (પૃ. ૭૭૯)
D અન્ય દર્શનો, વેદાદિના ગ્રંથો છે તે જો સભ્યદૃષ્ટિ જીવ વાંચે તો સમ્યક્ રીતે પરિણમે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથો મિથ્યાવૃષ્ટિ વાંચે તો મિથ્યાત્વરૂપે પરિણમે. (પૃ. ૬૯૮)
નક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઇ ઉત્કૃષ્ટ આયુષ્ય