________________
૬૩૭
સાધુ
પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. (પૃ. ૪૧૧-૨) T “યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે.
જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઇ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઇને ફરી ફરી પશ્રાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય
નહીં. (પૃ. ૪૨૨) T સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રયે લે તો
સાધનો ઉપકારના હેતુઓ છે. (પૃ. ૭૧૨)
મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે. (પૃ. ૭૨૭) || સંબંધિત શિર્ષકો : આત્મસાધન, જ્ઞાનપ્રાપ્તિનાં સાધન [સાધુ | સાધુ = સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. (પૃ. ૭૮૩) I લોક કહે છે કે સાધુ છે; પણ આત્મદશા સાથે તે સાધુ. (પૃ. ૭૩૩)
મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.
(. ૫૮૧) T સદા પૂજનિક કોણ? વીતરાગદેવ, સુસાધુ અને સુધર્મ. (પૃ. ૧૫) | દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતાં છતાં શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં. ઔદયિક
ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે કહેવાય નહીં. (પૃ. ૭૮૦). તે (દહાત્મબુદ્ધિ) ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ માટે તે કાંઈ છાનું રહે નહીં. (પૃ. ૭૩૨) D શ્રાવકપણું કે સાધુપણું કુળસંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઇએ. (પૃ. ૬૬૬). D જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ