Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૭૧૩
નરસિંહ મહેતા || 2 વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ
સ્વરૂપમાં હતી; તથાપિ કોઇ માયાના ધુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સખે તરી શકાય એમ થતું
હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. (પૃ. ૩૧૩-૪) જિંબુસ્વામી | IT જંબુસ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું. અને ઘણું આનંદકારક અપાયું છે. લુંટાવી દેવાની ઇચ્છા
છતાં લોકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે,
એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો. (પૃ. ૨૭૯) ધનપાળકવિ
'प्रशंमरसनिमग्नं द्रष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः;
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે,
તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું. (પૃ. ૬૭૦) નરસિંહ મહેતા D નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે :
મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે:
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. (પૃ. ૬૬૭) નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયો, પણ નિવેડો આવ્યો નહીં. આ માર્ગ નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તો હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માર્ગ જુદો જ હોવો જોઇએ. (પૃ. ૭૩૩) મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત, અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહી હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના “પરચા” પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેની ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. (પૃ. ૨૭૯)