________________
|| પરમકૃપાળુદેવ અને
૭૨૬ •.. અનુકંપા T કોઈ લીલોતરી મોળતું હોય તો અમારાથી તો જોઇ શકાય નહીં. તેમ આત્મા ઉજ્વળતા પામે તો ઘણી
જ અનુકંપાબુદ્ધિ વર્તે છે. (પૃ. ૬૯૯). • અનુભવ સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે,
એવો નિઃસંદેહ અનુભવ થાય છે. (પૃ. ૬૦૭) 1 સપુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી
કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. (પૃ. ૭૩૪) . અપ્રતિબંધભાવ
D ચિત્તમાં ઘણા પ્રકારે તે વિવાણિયા જવાના) પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ
બને, તથાપિ કેટલાક જીવોને અલ્ય કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દૃઢ કરી, જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર (મુંબઇ) તરફ આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે, અને તે જોગ અપ્રતિબંધ પણ થઈ શકે તે માટે વિચારું છું. સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી. (પૃ. ૪૪૦)
અપ્રમત્તતા T સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે !
અપ્રમત્ત થા – અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારનો પણ ભરુસો આર્ય પુરુષોએ કર્યો છે? હે પ્રમાદ ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે? હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલકવત્ વર્ત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે.