Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને
૭પ૬ અપર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં પણ થવાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઇ નથી. (પૃ. ૪૭૬). . પ્રારબ્ધ | હાલ જે ઉપાધિજોગ પ્રાપ્તપણે વર્તે છે, તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે; તથાપિ તે ઉપાધિજોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે, એમ
જાણીએ છીએ. અને તેમ સ્થિતિ છે. (પૃ. ૩૪૬) T સંસારીપણે વસતાં કઇ સ્થિતિએ વર્તીએ તો સારું, એમ કદાપિ ભાસે, તોપણ તે વર્તવાનું પ્રાધ્વાધીન છે.
(પૃ. ૩૭૦). પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળ છૂટવાની કામના થઇ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્થતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગષવો જોઇશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઇ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. (પૃ. ૪૫૯) અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ
પ્રારબ્ધને લીધે થતું નથી. (પૃ. ૫00) ... પ્રારબ્ધ કર્મ
“સતુ-સત્' એનું રટણ છે. અને સહુનું સાધન “તમે” (શ્રી સૌભાગ્યભાઈ) તે ત્યાં છો. અધિક શું કહીએ ? ઇશ્વરની ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ ! પણ
પ્રારબ્ધકર્મ બળવત્તર છે ! (પૃ. ૨૭૧-૨) D જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ “સ્વપણા'ને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે
કારણે કરાય છે, તે કારણ અનુક્રમે દવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિષે નિશ્રળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઇચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠે ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. તથાપિ નિદ્રાકળ' ભોજનકાળ તથા અમુક છૂટક બળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તોપણ આત્મોપયોગ શ્રેષ્ઠ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે, એમ નિઃસંદેહ છે. .