Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળદેવ અને ...
૭૫૫
ખંભાત આપે પતું લખી મારું માહાસ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું જોઇતું નથી; તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તોપણ તે પ્રત્યે હાલ પ્રગટ થઇ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. આપ પ્રસંગોપાત્ત તેમને જ્ઞાનકથા લખશો, તો એક પ્રતિબંધ મને ઓછો થશે. અને એમ
કરવાનું પરિણામ સારું છે. (પૃ. ૨૬૫) D હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઇતો નહોતો. કારણકે મારી તમને (શ્રી અંબાલાલભાઇને)
પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. (પૃ. ૨૮૨). [... પ્રવૃત્તિ D ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની
પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઇ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઇને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઇ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાતું
નથી. (પૃ. ૩૧૨-૩) D અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે; અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. (પૃ. ૩૨ ૧) D હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મવૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિનોગથી બાધ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિ જોગ જિજ્ઞાસ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયોગપણે કોઇ પ્રકા વર્તે છે. (પૃ. ૩૩૩) જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે, તે તાપનો યોગ મટયેથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિ જોગ અમને છે; પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વેદ્યા સિવાય
અન્ય ઉપાય નથી. (પૃ. ૩૭૦) 2 પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો
જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. (પૃ. ૪૪૦) T કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજ પ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે તે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું; અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેડ્યું છે. તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્યાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના