Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ..
૭૫૭ એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં “સર્વથા' અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાનીપુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઇ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્યપ્રસંગને, અંતરપ્રસંગને કુટુંબાદિ સ્નેહને ભજવા ઇચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો ? કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. (પૃ. ૩૫૫) બંધની દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દૃઢ
ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. (પૃ. ૨૫૩) •, બાહ્યમાહાભ્ય)
અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, અને એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઇ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઇક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. બાહ્ય માહાભ્યની ઇચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઇ ગઇ છે, એટલે બુદ્ધિ બાહ્ય માહાલ્ય ઘણું કરી ઇચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાત્મથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુકતપણું થશે એમ જણાય છે. (પૃ. ૪૨૦) .... બોધ T વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઇ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં
શાંતિ આવી, સમાધિદશા થઇ, તે બોધ આ જગતમાં કોઇ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. (પૃ. ૪00) ભજનો |
I કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી
જાય છે, તો અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઇ પૂર્વે પ્રારબ્ધ