Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ....
૭૧. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે. તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે; નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાનાં લક્ષમાં નથી, તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઇએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઇએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે. (પૃ. ૫૧૭-૮) નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી. ત્યાર પછી જ્ઞાનદશા આબે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઇ; પણ કોઇ કોઇ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સોએક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાઝતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઇક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ એવો છે કે એ જેવું એકકે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું
માર્ગનું કંઇ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઇને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો, અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના
અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તોપણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચારી રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોકત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તોપણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે. (પૃ. ૫૧૮-૯) હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે,