Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ...
૭૫૯
કહેવાયેલાં કે લખાયેલાં વાકયો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેનાં કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવાં તે યોગ્યતાવાળું નથી, તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે, તો બીજા જીવોને કલેશાદિનું કારણ થવાય છે, તે પણ હવે ‘ક્ષાયિક ચર્ચા’ વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. (પૃ. ૩૪૩)
માર્ગપ્રવર્તના
મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. (પૃ. ૧૬૬)
મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઇશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે.
આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઇ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા કયારેક કયારેક પ્રવર્તન છે; અથવા ઘણા પરિચયમાં આવેલા યોગપુરુષની ઇચ્છા માટે કંઇક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઇને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. (પૃ. ૨૪૯)
એક બાજુથી ૫૨માર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ ‘લે'માં સમાઇ જવું એમ રહે છે. અલખ ‘લે’માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઇ રહેશે.
અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ ક૨વા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે. (પૃ. ૨૫૩)
નિત્ય પ્રત્યે તે વાતનો (પ્રભાવનાનો) વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી (શ્રી સૌભાગ્યભાઇની) ઇચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે; અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઇ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઇચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તતું નથી તે વિષે જે બળવાન કા૨ણો અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે.
જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઇ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઇ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઇ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ર્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે.
લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઇ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઇ શકે એમ છે.