Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને ...
૭૬૦ શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી. તથાપિ તેમાં વિરસપણું બહપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રૂચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષો આજે જણાતા નથી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે, તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. (પૃ. ૪૧૭-૮) અનેક જીવોની અજ્ઞાનદશા જોઇ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, અને એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઇ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઇ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઇ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિતવતાં આત્મા બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઇક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને (શ્રી સૌભાગ્યભાઇને) લખ્યું કે કહ્યું નથી. તમારી ઇચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી; પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કોઇ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે. (પૃ. ૪૨૦). જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઇ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને.... (અહીં અક્ષર તૂટી ગયા છે.) ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બસે ચારસે વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઇ પ્રાપ્ત થઇ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ “મૂળમાર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મુળલક્ષપણે દોરવી.