Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળુદેવ અને
૭પ૪ I અભિન્ન એવું હરિપદ જયાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે
પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં.
(પૃ. ૩૦૩). | મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઇ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ
અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઇએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. (પૃ. ૩૦૭). ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઇ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપાર પ્રસંગે રહેતાં છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય.
(પૃ. ૩૮૦). D અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ
જાણી તથા ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ
સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે. (પૃ. ૪૧૮) | એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને (શ્રી અંબાલાલભાઇને) ગુણવ્યક્તત્વ
ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તો પણ લોકોને ભાયમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમજ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. (પૃ. ૪૭૭) પ્રતિજ્ઞા
જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ
મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. (પૃ. ૩૧૪) T વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી
જન્મવાની નિશ્રળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન
થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. (પૃ. ૩૩૫) [.. પ્રતિબંધ | આપને (શ્રી સૌભાગ્યભાઇને) મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે; અને વારંવાર તે વિષે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઇએ તેવી અસંગદશાથી વર્તાતું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા છે. પણ ઇશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજો; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે.