________________
પરમકૃપાળુદેવ અને ...
૭૩૦ સ્થિતિ કરવાની છે. તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે; કેમકે દીર્ધકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઇક કંઇક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે. જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમકે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃતદશા કરવી
ઘટે, એમ શ્રી સર્વશે કહ્યું છે. (પૃ. ૮૦૩-૪) ... આત્મલાભ D તમે (શ્રી ત્રિભુવનભાઈ) અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઇચ્છો છો. તે તે
લાભ પામો એ મારી અંતઃકરણથી ઇચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઇચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઇચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. (પૃ. ૨૨૮-૯). . આત્મવૃત્તિ D નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ
ક્યાં છે? નહીં તો બધુંય નવું છે, અને બધુંય જીર્ણ છે. (પૃ. ૩૦૩) . આત્મસ્તુતિ T સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઇ જાય ખરો. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત્ ભાગ
ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મતૃતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. (પૃ. ૧૩૩)
આત્માર્થ | અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ