Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
પરમકૃપાળદેવ અને ...
૭પ૧ અસંગતાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય
છે. (પૃ. ૨૪૩-૪) D તમે (શ્રી સૌભાગ્યભાઇ) અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ, અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (પૃ. ૨૯૩) પરિગ્રહ | પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે?
કશું પ્રયોજન નથી. (પૃ. ૪૨૦) .. પરિચય : D અમને લોકોનો પરિચય “જ્ઞાની છીએ” એવી તેમની માન્યતા સાથે ન પડયો હોત તો ખોટું શું હતું?
તે બનનાર. અરે ! હે દુષ્ટાત્મા ! પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેનાં ફળ ભોગવે
છે. (પૃ. ૨૪૩) . પારમાર્થિક વેદના જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ
છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે ! (પૃ. ૨૮૩) T કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને એમ રહ્યા જ કરે છે, ક્યારેક તો તે
માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઇએ. એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ
માગીએ છીએ. (પૃ. ૨૮૪) D ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હ્મયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે
જાણો છો કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. (પૃ. ૩00) I વિરહની વેદના અમને રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ
હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છા સુખદાયક માનીએ છીએ, એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. શ્રી હરિ કરતાં એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ. (પૃ. ૩૦૫)