Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| પરમકૃપાળુદેવ અને ...
૭૪૨ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઇ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઇ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઇ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે.
ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપાસંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થપ્રાપ્તિ જીવોને થાય તેવો કોઇ પ્રકારે ઓછો જોગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. ગંગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયો હોત; ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો તે એક બળવાને કારણ હતું એમ જાણીએ છીએ; બીજું પ્રારબ્ધમાં ગૃહશ્વાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિજોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિજોગરૂપ જે પ્રારબ્ધ તે શીધ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારયોગ્ય સ્થિતિમાં છે. (પૃ. ૩૪૬-૭) અનેક જીવોની અજ્ઞાનદશા જોઇ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, અને એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઇ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિતવતાં ચિતવતાં આત્મા બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઇક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે.
(પૃ. ૪૨૦) .. જિજ્ઞાસા 1 પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. (પૃ. ૬૦૯) ... જ્યોતિષ
જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે, અને તેઓ પરમાર્થના પાત્ર થવાં દુર્લભ છે એમ માન્યતા છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી. (પૃ. ૨૨૫) જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ