Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
|| પરમકૃપાળદેવ અને .
७४४ ... દોષ T કોઇનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. (પૃ. ૩૨૧) T કોઈ “પ્રમાદદોષ' જેવો કંઈ પ્રસંગદોષ વર્તે છે, કે જેને લીધે કંઈ પણ પરમાર્થવાત લખવા સંબંધમાં ચિત્ત મુંઝાઇ, લખતાં સાવ અટકવું થાય છે. તેમ જ જે કાર્યપ્રવૃત્તિ છે, તે કાર્યપ્રવૃત્તિમાં અને અપરમાર્થ–પ્રસંગમાં ઉદાસીનબળ યથાયોગ્ય જાણે મારાથી થતું નથી, એમ લાગી આવી પોતાના દોષવિચારમાં પડી જઇ પત્ર લખવું અટકી જાય છે, અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી, એમ લખ્યું છે તે તે જ કારણ છે. મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. જરૂર–અત્યંત જરૂર-આ જીવનો કોઈ પ્રમાદ છે; નહીં તો પ્રગટ જાણ્યું છે એવું ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય ? અથવા એમ નહીં તો ઉદાસીનપ્રવૃત્તિ હોય, તોપણ તે પ્રવૃત્તિ હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્તપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઇ પણ પ્રકારે દોષ છે. વધારે લખવાનું થઈ શકતું નથી, એટલે ચિત્તમાં ખેદ થાય છે, નહીં તો પ્રગટપણે કોઇ મુમુક્ષુને આ જીવના દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવનો તેટલો તો ખેદ ટાળવો. અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેનો સંગરૂપ ઉપકાર ઇચ્છવો. વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીવોના દોષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે; જોકે એમ માનવાની કંઈ બુદ્ધિ નથી; તથાપિ સ્વભાવે એમ કંઈ લાગે છે; છતાં કોઇ વિશેષ અપરાધીની પેઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા સંગમાં વર્તતા
કોઈ પણ મુમુક્ષુને કંઈ પણ વિચારવાજોગ જરૂર આ વાત લાગે છે. (પૃ. ૩૯૭) ' ' |. ધર્મસંબંધ D ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસપરત્વે ન આવે તો સારું. ભલે તને વસમું લાગે, પણ એ
જ ક્રમમાં પ્રવર્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિષહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઇશ નહીં. ફરી ફરી કહું છું. ઘેરાઇશ નહીં. દુ:ખી થઇશ, પશ્ચાતાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચના ઘટમાં ઉતાર – પ્રીતિપુર્વક ઉતાર. (પૃ. ૨૩૫) ધર્મસંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખંભાત આવવા વિષે વિચાર હાલ સંભવતો નથી. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઇચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મસંબંધે પણ પ્રગટમાં આવવાની ઇચ્છા રહેતી નથી. (પૃ. ૨૯૩) હમણાં ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતો નથી. ધર્મસંબંધ અને મોક્ષસંબંધ તો ઘણું કરીને