Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
[પરમકૃપાળુદેવ અને...
૭૪પ
૭૪૫ યોગીઓને પણ ગમે છે; અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. (પૃ. ૩૦૧) . ધ્યાન ‘સત્યં પૂર મદિ' (એવું જ) પરમ સત્ય તેનું ધ્યાન કરીએ છીએ. (શ્રીમદ્ ભાગવત) (પૃ. ૩૦૭) પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્યા કરે છે તે સત્પરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે.
(પૃ. ૬૦૯) T બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ધકાળને
ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. (પૃ. ૬૦૯). D અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને
આરાધ્યા જઈએ છીએ. (પૃ. ૩૧૬) નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો. (પૃ. ૩૨૯) D પ્ર0 હાલ ધ્યાન શું વર્તે છે? શ્રી સદ્ગુરુનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે.
(પૃ. ૬૪૭) D રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ
અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. (પૃ. ૮૧૭) | આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત, જિનકલ્પવત, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ
સ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. (પૃ. ૮૨૯)
નિર્વિકલ્પતા || પોતાનું અથવા પારકું જેને કંઇ રહ્યું નથી એવી કોઇ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે);
અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઇ ગઇ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હોવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઇએ, એમ યોગ્ય છે. (પૃ. ૨૮૦) અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. (પૃ. ૩૧૪). I છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ને નમસ્કાર છે.
(પૃ. ૩૩૪)